ETV Bharat / state

વાઘના ચામડા સાથે ઝડપાયા શખ્સો, પણ લેબમાં તપાસ કરતા કંઈક બીજું નીકળું - Tiger skin seized from Surat

સુરતના ઉશ્કેર ગામેથી માંડવી વન વિભાગની ટીમે વાઘના ચામડા સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. આ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી લાજપોર જેલમાં મોકલી દેવામાં (Accused of Tiger Skin )આવ્યા હતા. આ ઝડપાયેલ ચામડની ચકાસણીમાં ચામડું બનાવટી હોવાનું( Fake Tiger Skin)સામે આવ્યું છે. આ મામલે વન વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી હોવીનું જણાવી રહી છે.

ઉશ્કેર ગામેથી પકડાયેલ વાઘના ચામડા સાથે ઝડપાયેલા શખ્સો સામે શું છેતરપિંડીનો ગુનો નોંધાશે?

author img

By

Published : Jul 23, 2022, 9:20 PM IST

સુરત: જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામેથી માંડવી( Tiger Skin in Ushkar)વન વિભાગની ટીમે થોડા દિવસ પહેલા ચોક્કસ બાતમીના આધારે વાઘના ચામડા સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. આ ત્રણ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. માંડવી વન વિભાગની ટીમે પકડેલ વાઘનું ચામડું પરીક્ષણ માટે દેહરાદૂન લેબમાં (Tiger skin seized from Surat)ચામડું મોકલ્યું હતું.

વાઘના ચામડા સાથે ઝડપાયેલા શખ્સો

આ પણ વાંચોઃ અમદાવાદમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘનું ચામડું વેચનારા ઝડપાયા

ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી - જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામે રહેતા જેઠા જહા સાટિયાના ઘરે વન્ય પ્રાણી વાઘનું ચામડું છે. જે આધારે વનવિભાગે દરોડા કરી જેઠા જહા સાટિયા (ઉ.વર્ષ 25, રહે ઉશ્કેર, તા. માંડવી), ધીરૂ સમા ગામીત ( ઉ.વર્ષ 54, રહે બોરસદ, તા. માંડવી) અને રાજુ ગંજી ગામીત (ઉ.વર્ષ 38, રહે ચીખલદા, તા. માંડવી)ને વાઘના ચામડા સાથે ઝડપી પાડ્યા હતા. વન વિભાગ માંડવી દક્ષિણ રેન્જમાં વન્ય પ્રાણી સંરક્ષક અધિનિયમન 1972 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ આ રીતે વાઘના ચામડાની કરી રહ્યા હતા તસ્કરી, 3 શખ્સો ઝડપાતા

છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ કરી - આ લેબમાં પરીક્ષણ દરમિયાન વાઘનું ચામડું બનાવટી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને બનાવટી વાઘના ચામડાને ઓરીજનલ ગણાવી વેપાર કરનાર શખ્સો વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ માંડવી વન વિભાગે આ ત્રણ શખ્સો સામે માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે પોલીસે આ બાબતે હજુ કોઈ ફરિયાદ ન મળી હોવાનું જણાવી રહી છે. પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ આવી કોઈ ફરિયાદ મળશે તો અમે ફરિયાદના આધારે કાર્યવાહી કરવાનું જણાવી રહી છે. હાલ આ મામલે પોલીસ અને વન વિભાગ દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી. જ્યારે હવે આ શખ્સો વિરૂદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.