ETV Bharat / state

સુરતમાં વર્ષો જૂની તોપ મળી આવી, જૂનાગઢ સાથે સીધો સબંધ

સુરતમાં મેટ્રો રેલવેની કામગીરી (Operation of Metro Railway in Surat) સમયે ત્રણ પ્રાચીન તોપ મળી આવી છે. લાઈબ્રેરી પાસેના ધનરાજ પેટ્રોલ પંપ (Dhanraj Petrol Pump Surat) સામેના મુખ્ય માર્ગ પર પાઇલ માટેના ખોદકામ વખતે માત્ર ત્રણ ફૂટ નીચેથી ત્રણ ત્રણ તોપ (Ancient cannon found in Surat) મળી આવી હતી.

સુરતમાં વર્ષો જૂની તોપ મળી આવી, જૂનાગઢ સાથે સીધો સબંધ
સુરતમાં વર્ષો જૂની તોપ મળી આવી, જૂનાગઢ સાથે સીધો સબંધ
author img

By

Published : Dec 22, 2022, 1:42 PM IST

સુરત આ શહેર 16મી સદીથી ઐતિહાસિક જોવા મળે છે. ખાસ કરીને કોર્ટ વિસ્તાર (Court Area Surat) જેને લોકો ઓલ્ડ સીટી (Old City Surat) વિસ્તાર કહે છે. તે ચોક વિસ્તાર કે જ્યાં સુરતનો કિલ્લો છે. એની સામે જ એન્ડ્રુઝ લાઇબ્રેરી છે. હાલ કિલ્લાથી લઈને સમગ્ર ચોક વિસ્તારમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (Gujarat Metro Rail Corporation) દ્વારા ખોદકામ ચાલી રહ્યું છે. જીએમઆરસીના ઇજારદાર જે કે ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડને મંગળવારે મોડી સાંજે લાઈબ્રેરી પાસેના ધનરાજ પેટ્રોલ પંપ (Dhanraj Petrol Pump Surat) સામેના મુખ્ય માર્ગ પર પાઇલ માટેના ખોદકામ વખતે માત્ર ત્રણ ફૂટ નીચેથી ત્રણ ત્રણ તોપ (Ancient cannon found in Surat) મળી આવતા ભારે કૌતુહલ સર્જાયું હતું.

પાંચથી નવ ફૂટની આ ત્રણ તોપ મહાનગરપાલિકાના (Surat Municipal Corporation) મેયરને આ અંગે જાણ કરવામાં આવી હતી. જેથી મેયર હેમાલી બોગાવાળા તરત જ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. હાલ પાંચથી નવ ફૂટની આ ત્રણ તોપ કિલ્લા (Three ancient cannons) પાસેના ખુલ્લા ભાગમાં મૂકવામાં આવી છે. જીએમસી દ્વારા આ અંગે તાકીદે પુરાતત્વ વિભાગને જાણ કરી દેવામાં આવી છે. જેઓના પ્રતિનિધિત્વ આજે સુરત આવીને પરીક્ષણ અને ચકાસણી કરશે. ત્યારબાદ કેટલી જૂની છે. જેવી વિગતો સહીત ઇતિહાસની માહિતી મળી શકશે. હાલ તો મનપા સહિતના લોકોમાં તોપે ભારે આકર્ષણ જમાવ્યું છે.

મુગલ કાળ કસ્ટમ હાઉસ મહેસુલ જકાત ભરવી પડતી હતીની વાત એ છે કે અહીં એટલે જે એન્ડ્રોઇડ લાઇબ્રેરી પાસેના પેટ્રોલ પંપની આજુબાજુમાં જ્યાં હાલ prime બ્રાન્ચની ઈમારત છે. ત્યાં ફૂરર્જા હતી અને તેને ફુર્જે પાતશાહી એટલે જકાત નાખવું કહેવાતું હતું .મુગલ કાળમાં બનેલા આ ફુર્જાને વાદમાં અંગ્રેજોએ પોતાનું મુખ્ય કસ્ટમ હાઉસ બનાવ્યું હતું જેની બરાબર સામેના ભાગમાં શાહી ટંકશાળ હતી જેનું હાલ કોઈ અસ્તિત્વ નથી દરિયા માર્ગે આવતા વાહનોના માલ સમાન માટે અહીં પહેલા મહેસુલ જકાત ભરવી પડતી હતી.

જુનાગઢથી સુરત પ્રથમ તોપ સૌપ્રથમ ઇ.સ 1540માં ખુદાવન્દ ખાને જુનાગઢથી સુરત પ્રથમ તોપ મંગાવી હતી. જ્યારે કિલ્લો બનાવ્યો ત્યારે આ ટોપ મંગાવાઈ હોવાનું ઇતિહાસ વિંદ સંજય ચોકસીએ જણાવ્યું હતું કે સુરતમાં અગાઉ ઘણા સ્થળે તોપો મળી છે જેમાં દક્કા ઓવરા, નાવડી ઓવારાથી અને છેલ્લે રાંદેર પણ ઐતિહાસિક બંદર હતું એથી રાંદેર તરફથી પણ તોપ મળી હતી જે હાલ કિલ્લામાં સચવાયેલી પડી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.