- સુરતમાં હીરાની ઓફિસમાં ચોરીનો કિસ્સો સામે આવ્યો
- રૂપિયા 1.75 લાખનો કાચા હીરાનો માલની થઇ હતી ચોરી
- હીરાની ઓફિસમાંથી ચોરી
સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં આવેલા મનગઢ ચોક પાસે ઠાકોર સોસાયટીમાં સમજુબા પેલેસમાં આવેલી હીરાની ઓફિસમાંથી ચોરી થઇ હતી. સરીન પ્લાનર તરીકે એક યુવાન નોકરી પર લાગ્યો હતો અને નોકરી પર ફક્ત બેજ કલાકમાં સરીન પ્લાનર માટે આપેલા રૂપિયા 1.75 લાખનો કાચા હીરાનો માલ લઈ ફરાર થયો હતો.
સરીન પ્લાનરે હીરાની કરી ચોરી
વરાછા હીરાબાગ પાસે પૂર્વી સોસાયટીમાં રહેતા વિઠ્ઠલભાઈ આંબાભાઈ મેંદપરા મૂળ ભાવનગરના શિહોરના વતની છે. તેઓ હીરાના વેપાર સાથે સંકળાયેલા છે. વરાછામાં મનગઢ ચોક પાસે ઠાકોર સોસાયટીમાં આવેલા સમજુબા પેલેસમાં પહેલા માળે હીરાની ઓફિસ અને કાપોદ્રાના ગાયત્રી સોસાયટીમાં કારખાનું પણ છે. વિઠ્ઠલભાઇની ઓફિસમાં 7 કારીગરો છે. વિઠ્ઠલભાઈ તેમની ઓફિસમાં સરીન પ્લાનરની જરૂર હોવાથી તેમના જ ઓફિસમાં કામ કરતા પ્રશાંત શર્માએ જયદીપ રમેશ ભેંસારા સાથે ગત 19મી ડિસેમ્બરે મુલાકાત કરાવી હતી, ત્યારબાદ જયદીપે સરીન પ્લાનર હીરાની ટ્રાય આપી હતી, ત્યારબાદ જયદીપે પોતાનું નામ અને મોબાઈલ નંબર ઓફિસમાં લખાવી ગયો હતો. વિઠ્ઠલભાઇને અને તેમના છોકરાને જયદીપનું કામ પસંદ આવતા ગત 25મી ડિસેમ્બરથી તેને કામ પર બોલાવી લીધો હતો. તેને 8 પેકેટમાંથી 31 કેરેટના હીરા સરીન પ્લાનર કરવા માટે આપ્યા હતા.

8 હીરના અલગ-અલગ પેકેટમાંથી હીરા ગાયબ થઇ ગયા
જયદીપનો કામ પર પહેલો દિવસ હોવાથી તેણે પોતાના અન્ય સાથી મિત્રોને એમ જણાવ્યું કે, મારો પહેલો દિવસ હોવાથી મારો ભાઈ નીચે ટિફિન લઈને આવ્યો છે. ટિફિન લઈને આવું છું તેમ કહીને જયદીપ ટિફિન લેવા ગયો હતો પણ પરત નઈ આવ્યો, ત્યાંના કારીગરોને એમ લાગ્યું કે આજુ-બાજુ ગયા હશે. પણ વધારે સમય વીતી ગયા બાદ કારીગરોએ વિઠ્ઠલભાઇને વાત કરતા તેઓ તરત ઓફિસ પર આવી ગયા હતા અને તેઓએ તરત પોતાનું લોકર ખોલી 8 હીરાના અલગ-અલગ પેકેટો ચેક કરતા તેમાંથી 722. નંગ કાચા 31 કેરેટના હીરા નઈ હતા. જે હીરાની કિંમત 1.75.000 છે વિઠ્ઠલભાઈએ તરત જયદીપના ઘરે જઈ તપાસ કરતા જયદીપ ઘરે ન હતો. થોડા સમય વીતી ગયા બાદ વિઠ્ઠલભાઈને ધ્યાનમાં આવ્યું કે, જયદીપ હીરા લઈને ભાગી ગયો છે. વિઠ્ઠલભાઈએ તરત વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.