સુરતમાં કામરેજના કઠોદરા વિસ્તારમાં કટારીયા મોટર્સ ( Katariya Motors )ના ભારત બેન્ઝના વર્કશોપમાંથી ચોરી ( Theft from Bharat Benz workshop ) થઇ હતી. રાત્રીના સમયે બે અજાણ્યા શખ્સોએ ઓફિસમાં ઘૂસી રૂપિયા 1.98 લાખની ચોરી ( Theft of one lac 98 thousand ) કરી હાથફેરો કરી ગયા હતાં.
આ પણ વાંચો સોલામાં લાખો રૂપિયાની ઘરફોડ ચોરી કરનાર આરોપી ઝડપાયો
1.98 લાખની ચોરી કટારીયા મોટર્સ પ્રાઇવેટ લિમીટેડના ભારત બેન્ઝ વર્કશોપની ઓફિસનું તાળું તોડી બે અજાણ્યા શખ્સોએ એકાઉન્ટ ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસમાં ડ્રોઅરમાં રાખેલા રૂપિયા 1.98 લાખની ચોરી ( Theft Crime in Surat )કરી ફરાર થઈ ગયા હતાં.
આ પણ વાંચો દૂધની ચોરી અને લૂંટ કરતા શખ્સો ઝડપાયા; 45થી વધુ ચોરીને આપ્યો અંજામ
લોકોમાં ભય જે અંગેની ફરિયાદ વર્કશોપ મેનેજર જીજ્ઞેશ જગદીશ પટેલે કામરેજ પોલીસ( Kamrej Police ) માં નોધાવતા કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનિય છેકે સુરત જિલ્લામાં ફરી તસ્કરો સક્રિય થતાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.