ETV Bharat / state

ડોન ભૂરી બાદ વધુ એક ડોન ભાવના આવી સામે, વેપારી અને પુત્ર પર કર્યો જીવલેણ હુમલો

સુરત: સુરતના વરાછા વિસ્તારમાં લેડી ડોન ભૂરીનો આતંક લોકો હજુ ભૂલ્યા નથી. ત્યાં ભાવના નામની વધુ એક મહિલાનો આતંક સામે આવ્યો છે. ટીકટોક એપ પર વિડીયો બનાવી મુકનાર અને હજારો ફોલોવર્સ ધરાવનાર માથાભારે ભાવનાએ દુકાનદારે છુટ્ટા રૂપિયા નહીં આપતા દુકાનદાર પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં દુકાનદાર સહિત તેના નાનો પુત્ર ઇજાગ્રસ્ત થયો છે. પોલીસના જણાવ્યાં અનુસાર શહેરના જુદા જુદા પોલીસ મથકમાં ભાવના ઉપર 14 પોલીસ ફરિયાદ નોંધાઇ ચુકી છે. હાલ પોલીસે ભાવના સહિત ત્રણની ધરપકડ કરી છે.

વેપારી અને પુત્ર પર થયો જીવલેણ હુમલો
author img

By

Published : Jun 27, 2019, 10:45 AM IST

ભૂરી નામની લેડી ડોનના આતંક બાદ હવે સ્પાની મહિલા સંચાલકની ડોનગીરી સામે આવી છે. દુકાનદાર દ્વારા છૂટ્ટા રૂપિયા નહીં આપતા સ્પા મહિલા સંચાલકે દુકાનદાર સહિત તેના માસૂમ પુત્ર પર તીક્ષ્ણ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જોકે હુમલાની ઘટના વરાછા પોલીસ ચોકીના 200 મીટરના અંતરમાં જ બનવા પામી હતી જેને લઇ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. વરાછા પોલીસ દ્વારા સ્પાની મહિલા સંચાલક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વેપારી અને પુત્ર પર કર્યો જીવલેણ હુમલો

વરાછા વિસ્તારમાં લેડી ડોનના આતંક બાદ સ્પાની મહિલા સંચાલકનો આતંક સામે આવ્યો છે. આજરોજ વરાછાના લાભેશ્વર ચોક નજીક કરિયાણાની દુકાન ધરાવતા વેપારી સહિત તેના માસૂમ પુત્ર પર સ્પાની મહિલા સંચાલક દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરવા પાછળનું કારણ એવુ હતુ કે સ્પાની મહિલા સંચાલક ભાવના ચાવડા એ કરિયાણાની દુકાન ચલાવતા સંજય પ્રજાપતિ પાસે છુટ્ટા રૂપિયાની માંગ કરી હતી. છૂટ્ટા રૂપિયા ન હોવાથી મહિલાને વેપારીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. જ્યાં રકઝક બાદ સ્પા સંચાલક ભાવના ચાવડાએ તીક્ષ્ણ ચપ્પુ વડે વેપારી અને તેના માસૂમ પુત્ર પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા ત્યાં ઘસી ગયા હતા અને ઘટનાની જાણકારી વરાછા પોલીસને કરી હતી. મહત્વ ની બાબત એ છે કે જ્યાં ઘટના બની ત્યાંથી આશરે 200 મીટરના અંતરમાં જ વરાછા લાભેશ્વર પોલીસ ચોકી પણ આવી છે. જેથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉભા થયા છે. ઘટનાની જાણ થતાં વરાછા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્પાની મહિલા સંચાલક સહિત બીજી બે મહિલાની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. બીજી તરફ ઇજાગ્રસ્ત પિતા- પુત્રને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા .જ્યાં બંનેની હાલત હાલ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

ડોન ભાવનાનો ટીકટોક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સ્પાની મહિલા સંચાલક ભાવના ચાવડા સામે અગાઉ પણ શહેરના જુદા જુદા પોલીસ મથકમાં 14 ગુના નોંધાઈ ચુક્યા છે. આજ કારણ છે કે ભાવના ચાવડા વરાછા વિસ્તારમાં એક માથાભારે તરીકેની પણ છાપ ધરાવે છે. દારૂના નશા સહિત તેના પર લૂંટના ગુના નોંધાઇ ચુક્યા છે અને ધરપકડ પણ થઈ ચૂકી છે. એટલું જ નહીં ભાવના ચાવડા દ્વારા ટિક ટોક એપ્લિકેશન પર કેટલાક વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યા છે. અને જેમાં તેના હજારો ફોલોવર્સ છે. જે પ્રકારે ટિક ટોક પર વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે તેને લઈ ચોક્કસથી કહી શકાય કે ભાવના ચાવડાનું બેકગ્રાઉન્ડ ક્યાં પ્રકારનું હોય શકે. જો કે હાલ તો લેડી ડોન ભાવના ચાવડા સહિત ત્રણ મહિલાઓની વરાછા પોલીસે ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

OpR_GJ_05_SUR_26JUN_MAHILA_AATANK_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત: સુરતના વરાછા વિસ્તારમાં લેડી ડોન ભૂરીનો આતંક લોકો હજુ ભૂલ્યા નથી ત્યાંતો ભાવના નામ ની વધુ એક મહિલાનો આતંક સામે આવ્યો છે.ટીકટોક એપ પર વિડીયો બનાવી મુકનાર અને હજારો ફોલોવર્સ ધરાવનાર માથાભારે ભાવનાએ દુકાનદારે છુટ્ટા રૂપિયા નહી આપતા દુકાનદાર  પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો જેમાં દુકાનદાર સહિત તેના નાનો પુત્ર ઇજાગ્રસ્ત થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર શહેરના જુદા જુદા પોલીસ મથકમાં ભાવના ઉપર 14 પોલીસ ફરિયાદ નોંધાઇ ચુકી છે. હાલ પોલીસે ભાવના સહિત ત્રણની ધરપકડ કરી છે.

ભૂરી નામની લેડી ડોનના આતંક બાદ હવે સ્પાની મહિલા સંચાલક ની ડોનગીરી સામે આવી છે. દુકાનદાર દ્વારા છૂટ્ટા રૂપિયા નહી આપતા સ્પા મહિલા સંચાલકે દુકાનદાર સહિત તેના માસૂમ પુત્ર પર તીક્ષ્ણ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો.જોકે હુમલાની ઘટના વરાછા પોલીસ ચોકીના 200 મીટરના અંતરમાં જ બનવા પામી હતી જેને લઇ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે  વરાછા પોલીસ દ્વારા સ્પાની મહિલા સંચાલક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વરાછા વિસ્તારમાં આજ થી એક વર્ષ અગાઉ લેડી ડોન ભુરીનો ભારે આતંક જોવા મળ્યો હતો. લેડી ડોન ભૂરી દ્વારા જાહેરમાં પોતાના સાગરીતો સાથે તલવાર લઈ જાહેરમાં લોકોને ડરાવતા ધમકાવતા જોવા મળી હતી.આ ઘટના બાદ વરાછા પોલીસના માથે ભારે માછલાં ધોવાતાં આખરે પોલીસે લેડી ડોન ભૂરી સહીત તેના સાગરીતો ની  ધરપકડ કરી કડક હાથે કાર્યવાહી કરી હતી.જો કે હવે વરાછા વિસ્તારમાં લેડી ડોનના આતંક બાદ સ્પાની મહિલા સંચાલકનો આતંક સામે આવ્યો છે.આજરોજ વરાછાના લાભેશ્વર ચોક નજીક કરિયાણાની દુકાન ધરાવતા વેપારી સહિત તેના માસૂમ પુત્ર પર સ્પાની મહિલા સંચાલક દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, હુમલો કરવા પાછળનું કારણ એવુ હતુ કે સ્પાની મહિલા સંચાલક ભાવના ચાવડા એ કરિયાનાની દુકાન ચલાવતા સંજય પ્રજાપતિ પાસે છુટ્ટા રૂપિયાની માંગ કરી હતી. છૂટ્ટા રૂપિયા ન હોવાથી મહિલાને વેપારીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી.જ્યાં રકઝક બાદ સ્પા સંચાલક ભાવના ચાવડાએ તીક્ષ્ણ ચપ્પુ વડે વેપારી અને તેના માસૂમ પુત્ર પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા ત્યાં ઘસી ગયા હતા અને ઘટના ની જાણકારી વરાછા પોલીસ ને કરી હતી.મહત્વ ની બાબત તો એ છે કે જ્યાં ઘટના બની ત્યાંથી આશરે 200 મીટર ના અંતર માં વરાછા લાભેશ્વર પોલીસ ચોકી પણ આવી છે.જેને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉભા થયા છે.ઘટના ની જાણ થતાં વરાછા પોલીસ સહિત નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્પાની મહિલા સંચાલક સહિત ત્રણ બીજી બે મહિલાની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવી હતી.બીજી તરફ ઇજાગ્રસ્ત પિતા- પુત્રને નજીકની ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં બંનેની હાલત હાલ સુધારા પર હોવાનું જાણવા મળે છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સ્પાની મહિલા સંચાલક ભાવના ચાવડા સામે અગાઉ પણ શહેરના જુદા જુદા પોલીસ મથકમાં 14 ગુના નોંધાઈ ચુક્યા છે.આજ કારણ છે કે ભાવના ચાવડા વરાછા વિસ્તારમાં એક માથાભારે તરીકે ની પણ છાપ ધરાવે છે. દારૂના નશા સહિત લૂંટના ગુન્હા નોંધાઇ ચુક્યા છે અને ધરપકડ પણ થઈ ચૂકી છે..એટલું જ નહીં ભાવના ચાવડા દ્વારા ટિક ટોક એપ્લિકેશન પર કેટલાક વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યા છે.તેના હજારો ફોલોવર્સ  છે.જેમાં બે જેટલા વીડિયો ટ્રેનમાં ઉતારવામાં આવ્યા છે અને તેમાં દારૂના નશાનો પોઝ ભાવના ચાવડાએ આપ્યો છે.આ સિવાય  અન્ય ત્રણ વીડિયો પણ બનાવવામાં આવ્યા છે.જેમાં પણ ભાવના ચાવડા એ અલગ અલગ પોઝ અને એક્શનમાં વીડિયો બનાવી ટિક ટોક એપ પર અપલોડ કર્યા છે.જે પ્રકારે ટિક ટોક પર વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે તેને લઈ ચોક્કસથી કહી શકાય કે ભાવના ચાવડા નું બેકગ્રાઉન્ડ ક્યાં પ્રકારનુ હોય શકે.જો કે હાલ તો લેડી ડોન ભાવના ચાવડા સહિત ત્રણ મહિલાઓ ની વરાછા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બાઈટ :સંજય પ્રજાપતિ( ઇજાગ્રસ્ત )

બાઈટ : પી.એન.ચૌધરી (PRO સુરત પોલીસ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.