સુરત : ચોમાસાની પ્રથમ ઇનિંગમાં જ રાંદેર અને સિંગણપોર વિસ્તારને જોડતો વિયર કોઝવે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે જળાશયમાં પાણીની સપાટી વધતા પાલિકા દ્વારા આ કોઝવે બંધ કરી દેવામાં આવ્યો હતો. સુરતનો રાંદેર અને સિંગણપોર વિસ્તારને જોડતા વિયર કમ કોઝવેને વાહનચાલકો માટે ફરી ખુલ્લો મુકાયો છે.
કોઝવે ખુલ્લો મુકાયો : ચોમાસામાં સારો વરસાદ થતા મોટાભાગના જળાશયોમાં પાણીની આવક થઈ હતી. ત્યારે ગત 28 જૂનના રોજ રાંદેર અને સિંગણપોર વિસ્તારને જોડતા કોઝવેના દરવાજા લોકોના સલામતીને ધ્યાનમાં રાખીને બંધ કરી દેવામાં આવ્યા હતો. ત્યારે ગઈકાલે સાંજે ફરી એક વખત વાહન વ્યવહાર માટે વિયર કમ કોઝવે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. લગભગ 50 દિવસ બાદ ફરી વિયર કમ કોઝવે ખુલ્લો કરવામાં આવ્યો છે. કોઝવેના બંને ગેટ ખોલી દેવાતા ફરી એકવાર વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.
પાણીની સપાટી વધતા પાલિકા દ્વારા કોઝવેના બંને બાજુના દરવાજા લોકોના સલામતીને ધ્યાનમાં રાખીને બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે સાંજે ફરી એક વખત વાહન વ્યવહાર માટે વિયર કમ કોઝવે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. લગભગ 50 દિવસ બાદ ફરી વિયર કમ કોઝવે ખુલ્લો કરવામાં આવ્યો છે.-- પરેશ પટેલ (સ્ટેન્ડિંગ ચેરમેન, SMC)
તાપીમાં નવા નીર : આ બાબતે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે, જૂન મહિનાના અંતમાં સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદે એન્ટ્રી કરી હતી. ત્યારે સુરત સહિત જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ પડવાને કારણે તાપી નદીમાં પણ નવા નીર આવ્યા હતા. જેને કારણે તાપી નદી ઉપર બનાવવામાં આવેલ વિયર કમ કોઝવે ઓવરફ્લો થઈ ગયો હતો.
50 દિવસ કોઝવે બંધ : ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન ઉપવાસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરની જીવાદોરી સમાન તાપી નદીમાં પાણીની આવક વધતા કોઝવે ઓવર ફ્લો થયો હતો. જેને પગલે કોઝવેના બંને ગેટ બંધ કરી વાહન વ્યવહાર બંધ કરાયો હતો. હાલ વરસાદનું જોર ઘટતા તાપી નદીમાં પાણીની આવક ઘટી છે. જેને લઈને ગઈકાલ સાંજથી જ ફરી કોઝવેના બંને ગેટ ખોલી દેવાયા છે. ત્યારે ફરી એકવાર વાહન વ્યવહાર પૂર્વવત થયો છે. વાહન ચાલકો માટે રાંદેર અને સિંગણપોર વચ્ચેનું અંતર ઘટ્યું જેથી લાંબા ચક્કર કાપવામાંથી મુક્તિ મળી છે.