ETV Bharat / state

સુરતના તરસાડીમાં ગામલોકોએ દારૂના અડ્ડા પર કરી જનતા રેડ - raid in liquorshop

તરસાડી નગરજનોએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. વારંવાર પોલીસને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આખરે જનતાએ જવાબદારી લીધી હતી અને 06 બેરલ ભરી દારૂ બનાવવાના લિક્વિડનો નાશ કર્યો હતો. જે બાદ સુરત પોલીસે ઘટનાસ્થળે પહોંચી બુટલેગરની અટકાયત કરી હતી.

જનતા રેડ
જનતા રેડ
author img

By

Published : Jun 20, 2021, 4:45 PM IST

  • ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ
  • સુરત જિલ્લામાં ઘણી જગ્યાએ ખુલ્લેઆમ વેચાઈ છે દારૂ
  • તરસાડી ગામના લોકોએ દારૂના અડ્ડા પર કરી જનતા રેડ

સુરત: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નામ માત્રની છે, સમગ્ર રાજ્યમાં છડેચોક દારૂ વેચાઈ રહ્યો છે. એનેકોવાર લઠ્ઠાકાંડની ઘટના પણ બની ચૂકી છે, પરંતુ આ નશાના કારોબારને રોકવા ગૃહ વિભાગ સરેઆમ નિષ્ફળ રહ્યું છે, ત્યારે સુરત જિલ્લા અને માંગરોળ તાલુકાના તરસાડી નગરપાલિકાના વોર્ડ નંબર 6માં શનિવારના રોજ સ્થાનિકો દ્વારા ઘણા સમયથી ચાલી રહેલા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી અડ્ડો બંધ કરાવવામાં આવ્યો હતો, સ્થાનિકોની જનતા રેડની પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને દારૂ બનાવવા માટે 6 બેરલમાં ભરેલા મિશ્રણનો નાશ કર્યો હતો. પોલીસને વારંવાર રજૂઆત કરવામાં છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

જનતા રેડ
નગરજનોએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી

આ પણ વાંચો: ખેડાના વિઝોલ ગામે દેશી દારૂને લઇ જનતા રેડ, દારૂના જથ્થાનો કરાયો નાશ

તરસાડીમાં ઘણી જગ્યાએ પોલીસની રહેમનજર હેઠળ ચાલી રહ્યો છે દારૂનો વેપલો

તરસાડી નગરનો વોર્ડના નંબર 6ના લોકો આ દેશી દારૂની ભઠ્ઠીથી ત્રસ્ત થઇ ગયા હતા, વારંવારની રજૂઆત છતાં પોલીસ ખાતા દ્વારા કોઈ કાર્યવાહી કરવમાં આવતી ન હતી, જેથી સ્થાનિકો દ્વારા કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવતા સ્થાનિકો સાથે વોર્ડ નંબર 6ના કોર્પોરેટર પણ જોડાયા હતા. જો કે, કોર્પોરેટરે દારૂની ભઠ્ઠી બાબતે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ બુટલેગરો દેશી દારૂ બનાવવા માટે યુરિયા ખાતરનો પણ ઉપયોગ કરતા હોવાની ચોકાવનારી માહિતી પણ કોર્પોરેટરે જણાવી છે.

જનતા રેડ
દારૂ બનાવવાના લીક્વીડનો નાશ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.