સુરતઃ આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર(Std 12 Science Result Declared) થયું છે. શહેરના નાના વરાછા કતારગામ અને કાપોદ્રા વિસ્તારમાં મોટાભાગે મધ્યમ વર્ગીય અને રત્નકલાકારો વસવાટ કરે છે. આ વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં સારા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં પરિણામમાં સારા પર્સન્ટેજ લાવનાર વિદ્યાર્થીઓમાં મોટાભાગે રત્ના કલાકાર અને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓ છે. કોરોના કાળમાં પરિવારની કફોડી સ્થિતિ જોનાર રત્ન કલાકારોના બાળકોએ ધોરણ 12 સાયન્સમાં સારા(Gujarat 12th science result)માર્ક્સ મેળવ્યા છે.
આ પણ વાંચોઃ ધોરણ 12 સાયન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, સૌથી વધુ 85 ટકા પરિણામ રાજકોટ જિલ્લાનું
પિતા ખૂબ જ સંઘર્ષ કરે છે - ધોરણ 12 સાયન્સમાં બાજી મારનાર (Result of 12 sciences in Surat)વિદ્યાર્થીઓમાંથી એક સુરતના વિદ્યાર્થીના પિતા ફળની લારી ચલાવે છે. મોનુ સોનકર મૂળ યુપીનો છે અને 90 ટકા માર્ક્સ મેળવ્યા છે. તેને જણાવ્યું હતું કે પરિવાર ભાડાના મકાનમાં રહે છે. પિતા ખૂબ જ સંઘર્ષ કરે છે જેને જોઇ લાગ્યું કે તેમની માટે કશું કરવાની જરૂર છે. મારા પાંચ ભાઈ બહેનો છે હું ડોક્ટર બનવા માંગુ છું જેથી હું પરિવારનો આર્થિક ભારણ ઓછું કરી શકું.
કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માગે - મોનુની જેમ જ ઇટાલીયા સ્મિત પણ પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ જોઈએ તેમની મુશ્કેલીઓ ઓછી કરવાનો નિર્ણય કર્યો હતો. આજ કારણ છે કે મારે મહેનત કરી ઇટાલીયા સ્મિતે ધોરણ 12 સાયન્સમાં 83.76 ટકા મેળવ્યા છે. તેને જણાવ્યું હતું કે કોરોના કાળમાં પરિવારની સ્થિતિ સારી નહોતી તે કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માગે છે.
આ પણ વાંચોઃ Hearing in Gujarat High Court : માહિતી વિભાગને મળી મોટી રાહત, હાઇકોર્ટે ફગાવી ઉમેદવારોની આ અરજી
પિતાની નોકરીને લઈને ખૂબ જ જોખમ હતો - ટેકસટાઇલમાં ડાઈગ પ્રિન્ટિંગમાં કામ કરનાર શ્રમિકના પુત્ર વસોયા જય જણાવ્યું હતું કે, રોજે 5 થી 7 કલાક તે બનતો હતો કોરોનામાં પિતાની નોકરીને લઈ ખૂબ જ જોખમ હતો. આગામી દિવસોમાં ક્યારે પણ આવી પરિસ્થિતિ પરિવારમાં ન સર્જાય એ માટે મહેનત કરીએ ભણવાનું વિચાર્યુ હતું અને આજે આ મહેનત સફળ થઇ છે.