ETV Bharat / state

સુરત અગ્નિકાંડઃ 8 મહિના બાદ પણ ન્યાયથી વંચિત, મૃતકોના સ્વજનોએ આપી ઉગ્ર આંદોલનની ચીમકી - પોલીસ કમિશ્નર

સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં થયેલો તક્ષશિલા અગ્નિકાંડે દેશભરને હચમચાવી દીધો હતો. આ અગ્નિકાંડમાં 22 જેટલા વિદ્યાર્થીઓના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટનાને સાત મહિના જેટલો સમયગાળો થયો હોવા છતાં પણ અત્યાર સુધી મૃતકોના પરિવારજનો ન્યાય માટે ઝંખી રહ્યા છે. આજે ફરી એકવાર સુરત પોલીસ કમિશ્નર ખાતે અગ્નિકાંડ મૃતકોના સ્વજનો પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી ઉચ્ચ અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવાની માંગણી સાથે હાજર રહ્યા હતા.

મૃતકોના સ્વજનોએ આપી ઉગ્ર આંદોલનની ચીમકી
મૃતકોના સ્વજનોએ આપી ઉગ્ર આંદોલનની ચીમકી
author img

By

Published : Dec 11, 2019, 2:56 PM IST

તક્ષશિલા અગ્નિકાંડમાં ૨૨ જેટલા વિદ્યાર્થીઓના કરૂણ મોત નિપજ્યા હતા.આ સમગ્ર ઘટનામાં અનેક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી અને કેટલાકને તો જામીન પણ મળી ગયા છે. પરંતુ, અત્યાર સુધી મૃતકોના પરિવારજનો આ કાર્યવાહીથી સંતુષ્ટ નથી. આજે ફરી એક વખત મૃતકોના પરિવારજનો સુરતના નવા પોલીસ કમિશ્નર આર બી બ્રહ્મભટ્ટને મળવા પહોચ્યાં હતા અને આશરે 251 પેજનું આવેદનપત્ર પાઠવી આકારણી અધિકારી, સર્વેયર, ફાયરના અધિકારીઓ અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેઓએ પોતે આરટીઆઇ હેઠળ દસ્તાવેજો એકઠા કરી પોલીસ કમિશ્નરને આપવા આવ્યા હતા. અગાઉ પણ તેઓ ત્રણ વખત ઉચ્ચ અધિકારીઓ સામે તપાસની માગ કરી ચૂક્યા છે.

મૃતકોના સ્વજનોએ આપી ઉગ્ર આંદોલનની ચીમકી
આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ ન થતા લોકોના પરિજનો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તંત્રને આ અંતિમવાર આવેદનપત્ર આપ્યું છે. આગામી દિવસોમાં જો કાર્યવાહી કરવામાં નહી આવે તો કોર્ટનો દરવાજા સુધી જઇશું.

Intro:સુરત : સરથાણા વિસ્તારમાં થયેલ તક્ષશિલા અગ્નિ કાંડ દેશભરને હચમચાવી દીધા હતા. આ અગ્નિકાંડમાં ૨૨ જેટલા યુવાનોનું કરૂણ મોત નિપજયું હતું.. આ ઘટનાને સાત મહિના હોવા છતાં પણ અત્યાર સુધી મૃતકોના પરિવારને માટે ઝંખી રહ્યા છે આજે ફરી એકવાર સુરત પોલીસ કમિશનર ખાતે અગ્નિકાંડ ના મૃતકોના સ્વજનો પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ઉચ્ચ અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવાની માંગણી સાથે હાજર રહ્યા હતા..

Body:તક્ષશિલા અગ્નિ કાંડ માં ૨૨ જેટલા યુવાનો કરૂણ મોત નિપજ્યું હતું.આ સમગ્ર ઘટનામાં અનેક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી અને કેટલાક ને તો જામીન પણ મળી ગયા છે. પરંતુ અત્યાર સુધી મૃતકોના પરિવારજનો આ કાર્યવાહીથી સંતુષ્ટ નથી આજે ફરી એક વખત મૃતકોના પરિવારજનો સુરત ના નવા પોલીસ કમિશનર આર બી બ્રહ્મભટ્ટ અને મળવા આવ્યા હતા અને આશરે 251 પાનાનું આવેદનપત્ર આપી આકારણી અધિકારી, સર્વેયર, ફાયર ના અધિકારીઓ અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ. સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી તેઓ પોતે આરટીઆઇ હેટ ળ દસ્તાવેજો ભેગા કરી પોલીસ કમિશનરને આપવા આવ્યા હતા અગાઉ પણ તેઓ ત્રણ વખત આવે તેના આપી ઉચ્ચ અધિકારીઓ સામે તપાસની માંગ કરી ચુક્યા છે..

Conclusion:આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ ન થતા લોકોના પરિજનો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે આ અંતિમ વાર આવેદન તંત્રને આપવામાં આવ્યું છે. અને આવનાર દિવસોમાં જ ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તો કોર્ટમાં પણ તેઓ જશે..

બાઈટ : જયસુખ ગજેરા (મૃતક પરિજન)
બાઈટ : કોમળ ધૂમમર (મૃતક પરિજન)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.