ETV Bharat / state

ચાંદીની ખરીદી હવે માત્ર શુકન પૂરતી, જાણો કેમ...

સુરત: ચાંદીની ખરીદી હવે માત્ર શુકન પૂરતી જ મર્યાદિત રહી ગઈ છે. પ્લેટિનમ અને સોનાની ડિમાન્ડ આંતરાષ્ટ્રીય બજારની સાથે લોકલ માર્કેટમાં પણ વધતાં ચાંદીના એક્સપોર્ટ અને લોકલ માર્કેટમાં વેચાણમાં ભારે ઘટ જોવા મળી રહી છે. જેના આંકડાઓ પર એક નજર કરીએ તો, છેલ્લા વર્ષ કરતા આ વર્ષે ચાંદીનું ઉત્પાદન 75થી 80 ટકા ઘટી ગયું છે. યોગ્ય નફો ન મળતા અને ચાંદીના ભાવ છેલ્લા કેટલાક સમયથી સ્થિર હોવાને લઇને હાલ ચાંદીની ખરીદીમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

author img

By

Published : May 8, 2019, 5:21 PM IST

સુરત

સોના અને પ્લેટિનમ જ્વેલરીની ડિમાન્ડ અને તેનાથી મળતા નફાની અસર હવે સીધી ચાંદીની ખરીદી પર જોવા મળી રહી છે. ચાંદીની ખરીદીમાં પૂરતા પ્રમાણમાં વળતર નહીં મળવાની સાથે મધ્યમ વર્ગમાં પણ ચાંદીનો ઉપયોગ મર્યાદિત હોવાના કારણે હાલ આંતરાષ્ટ્રીય બજારની સાથે લોકલ માર્કેટમાં પણ ચાંદીની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના આંકડા પ્રમાણે વર્ષ 2017-18માં ચાંદીનુ એક્સપોર્ટ 2868.4 કરોડનું હતું. જે વર્ષ 2018-19 દરમિયાન ઘટીને 837.81 કરોડ પર સ્થિર થયું છે. છેલ્લા 5 વર્ષથી ચાંદીની કિંમત 35,000થી 40,000 હજાર રૂપિયા કિલો પર સ્થિર થઈ ગઈ છે.

ચાંદીની ખરીદી હવે માત્ર શુકન પૂરતી

હાલ ગોલ્ડ અને પ્લેટિનમની જ્વેલરીની ડિમાન્ડ વધારે છે. જે યોગ્ય નફો વિચારે છે તેઓ ચાંદીની ખરીદી નથી કરી રહ્યા. જેથી ચાંદીની ખરીદીમાં 75-80 % નો ભારે ઘટાડો થયો છે. એક સમયે ચાંદી 43,000 હજાર રૂપિયા કિલોના ભાવ સુધી પહોંચ્યું હતું. જેની માગ ઘટતાં તેની કિંમત 35,000થી 40,000 રૂ. પર સ્થિર થઈ ગઇ છે. નાની ઇન્ડસ્ટ્રીસ જેવી કે, જરી એકમો સુધી ચાંદીનો વપરાશ સિમિત થઈ ગયો છે. એક્સપોર્ટની સાથે લોકલ માર્કેટમાં પણ 70થી 75 ટકા ચાંદીની માગ ઘટી ગઈ છે. રોકાણકારોમાં સોનું અને વ્હાઇટ ગોલ્ડ એટલે કે પ્લેટિનિમની માગ વધી છે.

Intro:સુરત :  ચાંદીની ખરીદી હવે માત્ર શુકન પૂરતી જ મર્યાદિત રહી ગઈ છે. પ્લેટિનિયમ અને સોનાની ડિમાન્ડ આંતરાષ્ટ્રીય બજારની સાથે લોકલ માર્કેટમાં પણ વધતાં ચાંદીનુ એક્સપોર્ટ અને લોકલ માર્કેટમાં વેચાણમાં ભારે ઘટ જોવા મળી રહી છે. આંકડાઓ ઉપર નજર કરીએ તો ગયા વર્ષ કરતા આ વર્ષે 75 -80 ટકા ચાંદીનુ ઉત્પાદન ઘટી ગયું છે. યોગ્ય નફો ન મળતા અને ચાંદીના ભાવ છેલ્લા કેટલાક સમયથી સ્થિર હોવાના કારણે હાલ ચાંદીની ખરીદીમાં ભારે ગીરાવત જોવા મળે છે.

Body:સોના અને પ્લેટિનમની જ્વેલરીની ડિમાન્ડ અને તેનાથી મળનાર નફા ની અસર હવે સીધે ચાંદીની ખરીદી ઉપર જોવા મળી રહી છે. ચાંદીની ખરીદીમાં પૂરતા પ્રમાણમાં વળતર નહીં મળવાની સાથે મધ્યમ વર્ગમાં પણ ચાંદીનો ઉપયોગ મર્યાદિત હોવાના કારણે હાલ આંતરાષ્ટ્રીય બજાર ની સાથે લોકલ માર્કેટમાં પણ ચાંદીની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ના આંકડા પ્રમાણે વર્ષ 2017-18માં ચાંદીનુ એક્સપોર્ટ 2868.4 કરોડ હતુ જે વર્ષ 2018-19 દરમિયાન ઘટીને 837.81 કરોડ પર સ્થિર થયુ છે. છેલ્લા 5 વર્ષથી ચાંદીની કિંમત 35 થી 40 હજાર રૂપિયા કિલો પર સ્થિર થઈ ગઈ છે. 

હાલ ગોલ્ડ અને પ્લેટિનમની જ્વેલરીની ડિમાન્ડ વધારે છે.જે યોગ્ય નફો વિચારે છે તેઓ ચાંદીની ખરીદી નથી કરી રહ્યા.જેથી ચાંદીની ખરીદીમાં 75-80 % ની ભારે ગીરાવત આવી છે.એક સમયે ચાંદી 43 હજાર રૂપિયા કિલોના ભાવ સુધી પહોંચી હતી. માંગ ઘટતાં તેની કિંમત 35 થી 40 હજાર પર સ્થિર થઈ છે. નાની ઇન્ડસ્ટ્રિઓ જેવી કે જરી એકમો સુધી ચાંદીનો વપરાશ સિમિત થઈ ગયો છે. એક્સપોર્ટની સાથોસાથ લોકલ માર્કેટમાં પણ 70 થી 75 ટકા ચાંદીની માંગ ઘટી ગઈ છે. રોકાણકારોમાં સોનું અને વ્હાઇટ ગોલ્ડ એટલે કે પ્લેટિનિયમની માંગ મોટા પાયે વધી છે.

Conclusion:આ અંગે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ નૈનેષ પચ્ચીગરે જણાવ્યું હતું કે, ગોલ્ડ જ્વેલરીમાં 15 થી 20 ટકા સુધીનો નફો મળે છે જ્યારે ચાંદીના ઘરેણામાં પૂરતા પ્રમાણમાં રિટર્ન મળતું નથી.એક્સપોર્ટની સાથોસાથ લોકલ માર્કેટમાં પણ ચાંદીની માંગ મર્યાદિત થઈ ગઈ છે. ફક્ત વાર તહેવારે શુકન પૂરતા ચાંદીના પાયલ-ઝાંઝર તથા સિક્કા સુધી જ ચાંદીની ખરીદી સિમિત થઈ છે. ચાંદીના બારની માંગમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. 

બાઈટ : નૈનેષ પચ્ચીગર (પ્રમુખ - ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.