કલર બ્લાઈન્ડની કેટલી મોટી સમસ્યા છે. તે વાત ત્યારે લોકોને ખબર પડી જ્યારે દેશની સંસદમાં એક સુરતના યુવાનનો દાખલો સુરતના સાંસદ દર્શના જરદોશને આપવો પડયો હતો. નીરવ મકવાણાને અત્યાર સુધી કોઈ ઓળખતું ન હતું. પરંતુ, સંસદમાં જ્યારે કલર બ્લાઈન્ડથી પીડાતા નીરવ મકવાણાની ચર્ચા થઈ લોકો ભાવુક થઈ ગયા હતા. સુરતના સાંસદ દર્શના જરદોશે સંસદના ઝીરો અવર્સમાં કેન્દ્રના સમાજ કલ્યાણ પ્રધાન, માનવ સંસાધન પ્રધાન અને આરોગ્ય પ્રધાનને સંબોધતા નીરવની સમસ્યાથી અવગત કરાવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, કલર બલાઇન્ડનેસ ધરાવતા બાળકોને દિવ્યાંગ કેટેગરીમાં સમાવવા જોઈએ. રંગ અંધતાથી પીડાતા યુવાનોને મેડિકલ ટેસ્ટમાં ફેલ કરવામાં આવે છે અને ઉમેદવારને લાયક ગણવામાં આવતા નથી. આવા વ્યક્તિઓને દિવ્યાંગની શ્રેણીમાં સમાવવા જોઈએ, જેથી તેમના ભવિષ્ય પર અસર ન પડે.
સુરતમાં કલર બ્લાઇન્ડનેસથી પીડિત વિદ્યાર્થીની સમસ્યા દેશની સંસદમાં પણ ગુંજી... - color blindness
સુરત: ભણતરમાં સ્કોલર અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરી નીરવ મકવાણાએ સરકારી પરીક્ષાની તમામ લેખિત અને મૌખિક પરીક્ષાઓ પાસ કરી લીધી છે. પરંતુ, મેડિકલ ટેસ્ટમાં અનફિટ જાહેર કરી દેવામાં આવે છે. નીરવને કલર બ્લાઈન્ડનેસ છે જેના કારણે તેને સરકારી નોકરી મળી નહી. નીરવ મકવાણાની સમસ્યા દેશની સંસદમાં પણ ગુંજી હતી. સુરતના સાંસદ દર્શના જરદોશે કલર બ્લાઈન્ડ અને દિવ્યાંગ શ્રેણીઓમાં દરજ્જો આપવા રજૂઆત કરી હતી.
કલર બ્લાઈન્ડની કેટલી મોટી સમસ્યા છે. તે વાત ત્યારે લોકોને ખબર પડી જ્યારે દેશની સંસદમાં એક સુરતના યુવાનનો દાખલો સુરતના સાંસદ દર્શના જરદોશને આપવો પડયો હતો. નીરવ મકવાણાને અત્યાર સુધી કોઈ ઓળખતું ન હતું. પરંતુ, સંસદમાં જ્યારે કલર બ્લાઈન્ડથી પીડાતા નીરવ મકવાણાની ચર્ચા થઈ લોકો ભાવુક થઈ ગયા હતા. સુરતના સાંસદ દર્શના જરદોશે સંસદના ઝીરો અવર્સમાં કેન્દ્રના સમાજ કલ્યાણ પ્રધાન, માનવ સંસાધન પ્રધાન અને આરોગ્ય પ્રધાનને સંબોધતા નીરવની સમસ્યાથી અવગત કરાવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, કલર બલાઇન્ડનેસ ધરાવતા બાળકોને દિવ્યાંગ કેટેગરીમાં સમાવવા જોઈએ. રંગ અંધતાથી પીડાતા યુવાનોને મેડિકલ ટેસ્ટમાં ફેલ કરવામાં આવે છે અને ઉમેદવારને લાયક ગણવામાં આવતા નથી. આવા વ્યક્તિઓને દિવ્યાંગની શ્રેણીમાં સમાવવા જોઈએ, જેથી તેમના ભવિષ્ય પર અસર ન પડે.
Body:કલર બ્લાઈન્ડની કેટલી મોટી સમસ્યા છે એ વાત ત્યારે લોકોને ખબર પડી જ્યારે દેશની સંસદમાં એક સુરતના યુવાનનો દાખલો સુરતના સાંસદ દર્શના જરદોશને આપવો પડયો હતો.નીરવ મકવાણાને અત્યાર સુધી કોઈ ઓળખતુ ન હતુ પરંતુ સંસદમાં જ્યારે કલર બ્લાઈન્ડથી પીડાતા નીરવ મકવાણા ની ચર્ચા થઈ લોકો ભાવુક થઈ ગયા હતા.સુરતના સાંસદ દર્શના જરદોષે સંસદના ઝીરો અવર્સમાં કેન્દ્રના સમાજ કલ્યાણ મંત્રી, માનવ સંસાધન મંત્રી અને આરોગ્ય મંત્રીને સંબોધતા નીરવની સમસ્યા થી અવગત કરાવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે કલર બલાઇન્ડનેસ ધરાવતા બાળકોને દિવ્યાંગ કેટેગરીમાં સમાવવા જોઈએ. રંગ અંધતાથી પીડાતા યુવાનો ને મેડિકલ ટેસ્ટમાં ફેલ કરવામાં આવે છે અને ઉમેદવારને લાયક ગણવામાં આવતા નથી. આવા વ્યક્તિઓને દિવ્યાંગની શ્રેણીમાં સમાવવા જોઈએ, જેથી એમના ભવિષ્ય પર અસર ન પડે.
સુરતના નીરવ મકવાણા હાલ કાયદાના સ્ટુડન્ટ છે પરંતુ તે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કરી ચુક્યા છે.કલર બ્લાઈન્ડથી પીડાતા નીરવ એ પોતાના જીવનમાં અનેક રંગોથી રંગાયેલા સ્વપ્ન જોયા હતા અને તેને પૂર્ણ કરવા માટે જી જાન લગાવી દીધી હતી. ભારે મહેનત બાદ તેને વીજ કંપનીમાં નોકરી કરવા માટે સરકારી જીપીએસસી પરીક્ષા લેખિત અને મૌખિક પણ પાસ કરી લીધી હતી તે પણ સારા નંબરો સાથે પરંતુ નીરવને જ્યારે મેડિકલ ટેસ્ટ આપવાનો આવ્યો ત્યારે આ પરીક્ષા પાસ કરી શક્યો નહીં, કારણ કે તેને કલર બ્લાઇન્ડ નેટ છે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કરનારની ઈલેક્ટ્રીકના વાયરોનો કલર સમજી નહીં શકે એ માટે તેને રિજેક્ટ કરી દેવામાં આવ્યો છે.
સરકારી નોકરી માટે પરીક્ષાઓ પાસ કરવી ખુબ જ અઘરી હોય છે પરંતુ નિરવ મકવાણા ભારે મહેનત કરી પરીક્ષાઓ પણ પાસ કરી પરંતુ જ્યારે તેને ખબર પડી કે તેને રિજેક્ટ આ માટે કરવામાં આવી રહયો છે કારણ કે તેનમાં કલર ઓળખવાની શક્તિ નથી. તેને પોતાને એક તક આપવા માટે સરકારી વિભાગ થી લઈ PMO સુધી પત્ર પણ લખ્યા હતા પરંતુ એક પણ જગ્યા થી યોગ્ય જવાબ આવ્યો નહીં.નીરવ પોતાના માટે એક તક માં તો રહી ગયો પરંતુ દિવ્યાંગ કેટેગરીમાં કલર માટે કોઈપણ શ્રેણી ન હોવાના કારણે તેને સરકારી નોકરી મળી નથી હાલની નીરવ ઈચ્છે છે કે તેના જેવા દેશમાં અનેક યુવાનો છે જે માત્ર એક કલર બ્લાઈન્ડ ના કારણે પોતાના જીવનની મોટી તક ગુમાવી દેતા હોય છે આવા યુવાનો માટે સરકાર દિવ્યાંગ કેટેગરીમાં કલર બલાઇન્ડનેસ થી પીડાતા લોકો માટે પણ યોગ્ય નિર્ણય લે.
Conclusion:સ્કોલર અને ઈલેક્ટ્રીકલ એન્જીનીયર હોવા છતા નીરવ મકવાણાને માત્રા કલર બ્લાઈન્ડ થી પીડાઈ રહયા હોવાને કારણે તેમની કોઈ પણ ભૂલ નહી હોય હોશિયાર હોવા છતાંપણ તેમને સરકારી નોકરી મળી નહી, અત્યાર સુધી દેશમાં કલર બ્લાઇન્ડ થી પીડાતા લોકો માટે કોઈપણ પ્રાવધાન પણ નથી જેથી તે પોતાના જીવનનું સ્વપ્ન પૂર્ણ કરી શકે હવે આશા છે કે કેન્દ્ર સરકાર આ અંગે વિચારશે.
.બાઈટ : નીરવ મકવાણા
સ્પીચ : દર્શના જારદોષ (સુરત સાંસદ)