સુરત: સુરતમાં રાંદેર પોલીસની ટીમે એક મુકબધીર યુવક યુવતીના લગ્ન કરાવ્યા(The police team arranged the marriage of disable young couple) છે. મુકબધીર યુવક યુવતી આર્થિક રીતે સક્ષમ ના હોવાથી તેઓ લગ્ન કરી શકતા ન હતા. આ વાતની જાણ રાંદેર પોલીસ મથકના ઇન્સ્પેકટરને (inspector of rander police station)થઇ હતી અને તેઓએ આ લગ્નનો સંપૂર્ણ ખર્ચ પણ ઉપાડ્યો હતો એટલું જ નહી રાંદેર પીઆઈ અને તેમની પત્નીએ દીકરીનું કન્યાદાન પણ કર્યું(The PI and his wife also performed a daughter's kanyadan) હતું.
મુકબધીર યુવક-યુવતીના લગ્ન પોલીસે કરાવ્યા: સુરતના રાંદેર આંબેડકર નગર વિસ્તારમાં રહેતી અને બોલી કે સાંભળી ન શકતી મૂકબધિર દિવ્યાંગ 19 વર્ષીય યુવતી સુમન જગનભાઈ વિશાલે અને પાંડેસરા ખાતે રહેતા 22 વર્ષીય ચિરાગ પટેલની પહેલી મુલાકાત મુકબધિર શાળામાં થઈ હતી. પહેલી મુલાકાત બાદ આ બન્ને એકમેકના પ્રેમમાં પડ્યા હતા અને આજીવન સાથે રહેવાનું નક્કી કર્યું હતું. આર્થિક તંગીને પગલે પ્રભુતામાં પગલા પાડવા માટે અસમર્થ મુકબધિર યુગલનું સ્વપ્ન અંતે રાંદેર પોલીસ દ્વારા પુરૂં કરવામાં આવ્યું છે. સુમન દ્વારા સમગ્ર પ્રકરણ અંગે પોલીસ કમિશનર દ્વારા શરૂ કરવામાં એક વિશેષ શાખા SHE ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્યાં યુવતી સુમન દ્વારા સમગ્ર હકીકત જણાવતાં મહિલા પોલીસ મમતાબેન દ્વારા રાંદેર પી.આઈ અતુલ સોનારાનો (The police team arranged the marriage of disable young couple) સંપર્ક કરવામાં આવ્યો હતો.
ચુંટણી પુરી થતાં જ વાજતે-ગાજતે લગ્ન: એક તરફ ચુંટણીની દોડાદોડી અને બીજી તરફ આ યુગલના અરમાનો પુરા કરવા માટે રાંદેર પોલીસ પણ કોઈ કચાસ બાકી રાખવા માંગતી ન હતી. ચુંટણી પુરી થતાં જ વાજતે-ગાજતે આ બન્ને યુગલને પ્રભુતામાં પગલાં પાડવા માટે રાંદેર પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે આજે મોક્ષદા એકાદશીનાં દિવસે રાંદેર ટાઉનના માંડવી ઓવારા સૂર્ય પુત્રી તાપી માતાનાં સાનિધ્યમાં આવેલ શ્રી ભવાની શંકર મહાદેવ મંદિરમાં બંને દિવ્યાંગ જોડીના લગ્ન કરી પ્રભુતામાં પગલા માંડ્યા હતા.
પોલીસની ટીમ જાનૈયા તરીકે હાજર રહી: પીઆઇ અતુલ સોનારાએ જણાવ્યું હતું કે દીકરીના લગ્નમાં કોઈ કચર બાકી રાખવી ના હતી. દીકરી જેમ કહે તેમ તેના લગ્ન કરાવવા હતા જેથી ચુંટણી પછીનું મૂહર્ત નક્કી કર્યું હતું. મારે બે દીકરા છે કોઈ દીકરી નથી. જેથી દીકરીનું કન્યાદાન મેં અને મારી પત્નીએ કર્યું છે. આ અનોખા લગ્ન સમારોહમાં ડીસીપી ઝોન -5ના અધિકારી હર્ષદ મહેતા પણ સ્વયં ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપત્તિને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ સમગ્ર રાંદેર પોલીસની ટીમ જાનૈયા તરીકે હાજર રહી હતી અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા.