- 15 બેઠકો પૈકી 2 બેઠકો બિનહરીફ
- 13 બેઠકો પર સહકાર અને કિસાન પેનલ વચ્ચે સીધો જંગ
- 28મી નવેમ્બરે યોજાશે ચૂંટણી
સુરત : બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના આખરી દિવસે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કુલ 15 બેઠકો પૈકી 13 પર સહકાર પેનલ અને કિસાન પેનલ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. જ્યારે અનુસુચિત જાતિ /જનજાતિ અને બિન ઉત્પાદક જુથની બેઠક પર સહકાર પેનલના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા.
બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણી આગામી 28 નવેમ્બરે યોજાશે
સુરત જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુગર ફેક્ટરીઓની ચૂંટણીને લઈ સહકારી રાજકારણ ગરમાયું છે. મઢી બાદ શનિવારે બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો દિવસ હતો. બારડોલી સુગર ફેક્ટરીની આગામી 28 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે.
વર્તમાન પ્રમુખ અને ડિરેક્ટરની પેનલ આમનેસામને
કુલ 44 ઉમેદવારોએ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જો કે, 44માંથી 16 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. કુલ 15 બેઠકોમાંથી 13 બેઠકો પર વર્તમાન પ્રમુખ રમણલાલ પટેલ અને ઉપપ્રમુખ ભાવેશ પટેલની સહકાર પેનલ અને વર્તમાન ડિરેક્ટર મુકેશ પટેલની કિસાન પેનલ વચ્ચે સીધો જંગ ખેલાશે. જો કે, બે બેઠકો પર સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જેમાં અનુસુચિત જાતિ/જનજાતિ જૂથમાંથી રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમાર અને બિન ઉત્પાદક જૂથમાંથી કરચકાના અનિલભાઈ પટેલ બિનહરીફ થયા છે. બીજી તરફ 13 બેઠકો પર સહકાર અને કિસાન પેનલ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.
ઉમેદવારોની આખરી યાદી
1 મોતા જૂથ
- જીતેન્દ્ર નગીન પટેલ - કિસાન
- ભાવેશ નગીન પટેલ - સહકાર
2 ખરવાસા જૂથ
- ભુપેન્દ્રસિંહ તખ્તસિંહ સોલંકી - કિસાન
- રમણલાલ સૂખાભાઈ પટેલ - સહકાર
3 શામપુરા જૂથ
- જયેશ ભૂલા પટેલ - કિસાન
- પ્રવીણ વલ્લભ પટેલ - સહકાર
4 ઓરણા જૂથ
- અનિલ હરી પટેલ - કિસાન
- જયંતિ ભૂલા દેસાઇ - સહકાર
5 સેવણી જૂથ
- મુકેશ ધનજી પટેલ - કિસાન
- સુરેશ સોમા પટેલ - સહકાર
6 પૂણા જૂથ
- સમીર રમણ પટેલ - કિસાન
- સુરેશ રંગિલ પટેલ - સહકાર
7 તુંડી જૂથ
- મુકેશ નગીન પટેલ - કિસાન
- હેમંત ભીખુ પટેલ - સહકાર
8 એના જૂથ
- પરિમલ બળવંત પટેલ - સહકાર
- સુરેશ ઝીણા પટેલ - કિસાન
9 નિઝર જૂથ
- નટવર પ્રેમા પટેલ - સહકાર
- સુમન મગન પટેલ - કિસાન
10 બારડોલી જૂથ
- ગિરીશ અંબુ પટેલ - કિસાન
- હેમંત જેલુ હજારી - સહકાર
11 મોટી ફળોદ જૂથ
- અનિલ ભીખુ પટેલ - સહકાર
- ધવલ ઠાકોર પટેલ - કિસાન
12 બિન ઉત્પાદક મંડળી જૂથ
- અનિલ પરસોત્તમ પટેલ - બિનહરીફ (સહકાર)
13 સ્ત્રી અનામત 1 જૂથ
- અમિતા ભરત પટેલ - સહકાર
- રંજન ભિખા ભક્ત - કિસાન
14 સ્ત્રી અનામત 2 જૂથ
- ઇન્દુ જયંતી પટેલ - સહકાર
- સોનલ નરેન્દ્ર દેસાઇ - કિસાન
15 અનુસુચિત જાતિ/જનજાતિ જૂથ
- ઈશ્વર રમણ પરમાર - બિનહરીફ (સહકાર)