આ રોગની ખેડૂતોમાં વ્યવસ્થિત ઓળખ અને નિયંત્રણ થાય તે માટે તાજેતરમાં નેશનલ રીસર્ચ સેન્ટર(કેળ), ત્રીચીથી કેળના મુખ્ય વૈજ્ઞાનિક ડો.થંગાવેલુએ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલેશ્વર અને કરજણ ગામોના અસરગ્રસ્ત કેળના ખેતરોની મુલાકાત લઈ રોગીષ્ઠ છોડના નમૂના એકઠા કર્યા હતા. સાથે ખેડૂતોને પનામા રોગના નિયંત્રણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ડો.થંગાવેલુએ જણાવ્યું કે, આ રોગ વિશે ખેડૂતોમાં વધુ જાગૃતતા આવે તે માટે નજીકના ભવિષ્યમાં એક સેમિનારનું આયોજન થાય તો વધુમાં વધુ ખેડૂતો આ રોગ વિશે જાણકારી મેળવી રોગ ન આવે તે માટે કાળજી લેવા અંગેની માહિતી આપી હતી.