- સુરત જિલ્લામાં કોરોનાની તેજ ગતિ
- કોરોના સંક્રમણનો ત્રીજો વેવ 12મી માર્ચથી શરૂ થયો
- પ્રાઇવેટ હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારી
સુરત: જિલ્લામાં એપ્રિલ માસમાં કોરોનાની સ્થિતિ વધુ ખરાબ થાય તેવી સ્પષ્ટ ચેતવણી વચ્ચે કોરોનાના કેસોને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર તરફથી થઇ રહેલી કામગીરી પુરજોશમાં છે. આગામી એક મહિનામાં દર્દીઓને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવાથી માંડીને વેન્ટિલેટર તબીબી સહિતના પેરામેડિકલ સ્ટાફ દવાઓની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. 12મી માર્ચ બાદ 108 અને 104ના કોલની સંખ્યા સતત વધી રહી છે. હાલ મોટાભાગે લોકો ઘરે આઇસોલેશનમાં છે અને ઘરે જ સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: કોરોના અસર: ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધતાં જૂનાગઢના સ્ટેશનરીના વેપારીઓ સંકટમાં
સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 5500 બેડ ઉપલબ્ધ
ગુજરાતમાં સૌથી વધુ સંક્રમણ સુરત શહેરમાં છે. અહીં છેલ્લા ત્રણ દિવસથી 700થી વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે. સુરત સિવિલમાં હજાર બેડમાં 760 બેઠક ખાલી છે. સ્મીમેરમાં 821 બેડમાં 518 બેડ ખાલી છે, તો ખાનગી હોસ્પિટલમાં 2113 બેડમાં 908 બેડ ખાલી છે. હાલમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 7000 ઉપલબ્ધ છે. સાથે જ જરૂર પડે તો કમ્યુનિટી કેર સેન્ટર શરૂ કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે હોસ્પિટલોમાં 7000 બેડ ઉપલબ્ધ છે તેમજ પ્રાઇવેટ હોસ્પિટલે 10 હોટલ સાથે કરાર કરવામાં આવેલો છે.
આ પણ વાંચો: કોરોનાની અસરઃ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે યોજાતી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા રદ
કોરોના સંક્રમણ અટકાવવા વધુ સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે
એપ્રિલમાં સ્થિતિ વધારે ખરાબ થવાની હોવાથી મોટા પાયે વેક્સિનેશન લેવા જતા વેક્સિનેશન કામગીરીમાં ચૂંટાયેલી પાંખને સામેલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. હીરા અને ટેક્સટાઇલમાં કામ કરતા લોકોમાં સંક્રમણ અટકાવવા વધુ સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે.