પાંચ મહિના બાદ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા શુક્રવારના રોજ શરતી જામીન પર લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યારે પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી હતી. મહિનાઓ બાદ પુત્રને મળવાની ખુશી દર્શાવતાં પિતાએ જણાવ્યું હતું કે, "ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો હતો. જેનું પરિણામ આજે સામે છે."
આમ, રાજદ્રોહના ગુનામાં પાંચ મહિના જેલમાં રહ્યાં બાદ અલ્પેશ કથીરિયાને મહિનાઓ બાદ જોઇને પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી હતી. ત્યારે અલ્પેશ આ જેલની સજાને જીવનના એક અભ્યાસ સાથે સરખાવી ઘણું શીખ્યો હોવાનું અને તેનાથી તેની લડાઇ પહેલાં કરતાં પણ વધુ મજબૂત થઇ હોવાનું જણાવ્યું હતું.