ETV Bharat / state

20 શહીદ વીર જવાનોના પરિવારને જય જવાન નાગરિક સમિતિ એક લાખ અર્પણ કરશે

લદ્દાખમાં ભારત ચીન ઘર્ષણમાં 20 વીર જવાનો શહીદ થયા હતા. સમગ્ર દેશમાં તેના ઉંડા ઘા પડ્યા છે, ત્યારે સુરતના જય જવાન નાગરિક સમિતિ રુપિયા એક લાખ અર્પણ કરશે.

Etv Bharat, Gujarati News, Surat News
Surat News
author img

By

Published : Jun 19, 2020, 1:18 PM IST

સુરતઃ ચીન સરહદે લોહિયાળ ઘર્ષણમાં ભારતમાતાના વીર સપૂતોએ બલિદાન આપ્યું છે, તે ક્યારે ભૂલી શકાય નહીં. ભારત ભૂમિના રક્ષણ માટે પ્રાણની આહુતિ આપનારા બહાદુર વીર જવાનોને સુરતની જય જવાન નાગરિક સમિતિએ વિરાંજલી પાઠવીને શહીદ જવાનોના પરિવારોને રૂપિયા એક લાખ અર્પણ કરવાની જાહેરાત કરી છે.

જય જવાન નાગરિક સમિતિ એક લાખ અર્પણ કરશે
સુરતની જનતાએ હંમેશા સમયે-સમયે રાષ્ટ્રીય ચેતના પ્રગટાવી છે. જય જવાન નાગરિક સમિતિ ટ્રસ્ટી કાનજી ભાલાળાએ જણાવ્યું હતું કે, ચીન સરહદે ભારતના 20 બહાદૂર જવાનો શહીદ થયા છે. તેમના પરિવારો દરેકને રૂપિયા એક લાખની રકમ અર્પણ કરવામાં આવશે. રાષ્ટ્રના નાગરિક તરીકે સુરતની જનતાવતી બહાદૂર જવાનોના પરિવાર પ્રત્યે કૃતજ્ઞ ભાવે લાગણી વ્યક્ત કરવામાં આવશે.જય જવાન નાગરિક સમિતિ સુરત 1999 કારગીલ સંઘર્ષથી કાર્યરત છે. અત્યાર સુધી 20 વર્ષમાં કુલ 298 શહીદ જવાનોના પરિવારોને કુલ રૂપિયા 4.78 કરોડની સહાય પણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.