ETV Bharat / state

ડિસ્કવર ઈન્ડિયા: સુરતના કિલ્લાનો ઈતિહાસ 663 વર્ષથી પણ જૂનો છે - સુરત તાજા સમાચાર

ફોર્ટનેે ’ઓલ્ડ ફોર્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે સુરતમાં શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ છે. તે દિલ્હી સલ્તનતના ફિરોઝખાન તઘલકના આધારે ગુજરાતની સલ્તનત દ્વારા બનાવવામાં આવી હતી. આ કિલ્લોનો મુખ્ય હેતુ પોર્ટુગીઝ સામે રક્ષણ કરવાનો હતો. હવે, તે શહેરની સૌથી લોકપ્રિય ઐતિહાસિક સ્મારકોમાંનું એક છે.

ડિસ્કવર ઇન્ડિયા: સુરતના કિલ્લાનો ઈતિહાસ 663 વર્ષથી પણ જુનો છે

author img

By

Published : Mar 7, 2020, 4:14 PM IST

Updated : Mar 7, 2020, 6:34 PM IST

સુરતઃ દરેક શહેર પાસે પોતાની ઐતિહાસિક ધરોહર હોય છે. આવી જ ઐતિહાસિક ધરોહર સુરત પાસે છે. એક સમયે સુરત દુનિયાભરના દેશો માટે વેપારનું પ્રવેશ દ્વાર હતું. સુરતમાં જ અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી સ્થાપી હતી, ત્યારે સુરતના અંદાજે 663 વર્ષ જુના કિલ્લો જે જર્જરિત હાલતમાં હતો. તેને રીનોવેટ કરવામાં આવી રહ્યો છે. આ માટે સુરત મહાનગર પાલિકાએ કામગીરી પણ શરુ કરી હતી. જેના બે તબક્કાનું કામ પૂર્ણતાને આરે છે. સુરત શહેર ઇતિહાસના પાનાઓમાં ખુબ સમૃદ્ધ અને શક્તિશાળી અંકિત છે.

ડિસ્કવર ઈન્ડિયા: સુરતના કિલ્લાનો ઈતિહાસ 663 વર્ષથી પણ જૂનો છે

સુરતે ભારતની અનેક ચડતી પડતી જોઈ છે. દેશના રાજા-રજવાડાઓથી માંડી વિદેશીઓના આક્રમણોનો સુરત સાક્ષી રહ્યું છે. તેમાં પણ સુરતની તાપી નદીના કિનારે આવેલો ઐતિહાસિક કિલ્લાએ તેના અસ્તિત્વથી લઇ વર્તમાન સમયનો તડકો છાંયડો જોયો છે. દેશ આઝાદ થયા પછી આ કિલ્લામાં અનેક સરકારી ઓફિસો આવેલી હતી. જો કે, થોડા વર્ષો અગાઉ કિલ્લાને ઐતિહાસિક ધરોહર જાહેર કરી તેના મૂળ સ્વરૂપમાં લાવવાનું સરકારે અને મહાનગરપાલિકાએ નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે તમામ સરકારી કચેરી ખસેડી કિલ્લાને રીનોવેટ કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

અંદાજે 50 કરોડ રૂપિયાના ફંડની વ્યવસ્થા આ કામગીરી માટે કરવામાં આવી હતી. કિલ્લાનો મુખ્ય પ્રવેશદ્વાર, ત્રણ બિલ્ડીંગ અને બુર્જન સહિતના ભાગનો સમાવેશ કરાયો છે. પ્રથમ બિલ્ડીંગમાં ઇન્ફોર્મેશન એન્ડ ઓરિએન્ટેશન રૂમ, તુઘલક એરા, કાફેટેરિયા, બીજી બિલ્ડીંગમાં મુઘલ અને ડચ ગેલરી, ટ્રેડ ગેલરી, ડચ કોર્ટરૂમ વગરેનો સમાવેશ થાય છે.

સુરતના કિલ્લાનું રીનોવેશ કામ જેટલું દેખાય છે. તેટલું સરળ પણ ન હતું. જુના કિલ્લામાં અનેક પ્રકારના બાંધકામ કરવામાં આવ્યા હતાં. આઝાદી પહેલા 1355માં તુઘલકના સમયનું બાંધકામ, ઉપરાંત ગુજરાત સલ્તનત અને બ્રિટીશ રાજા સહિતનું બાંધકામ અહીં મળી આવ્યું હતું, ત્યારે તે સમયના અનુરૂપ રીનોવેશન કરવું ખુબ અઘરું હતું. જેથી ઇતિહાસના પાનાઓમાં જ્યાં જ્યાં સુરતના કિલ્લા વિષે લખાયું છે. તેની રીસર્ચ કરવામાં આવી અને ત્યાર બાદ રીનોવેશનનું કામ શરુ કરવામાં આવ્યું.

ખાસ કરીને તમામ બાંધકામ અલગ અલગ રીતે અને પધ્ધતિથી કરાયું હોવાથી તેજ રીતે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. સુરતના કિલ્લાનો ઈતિહાસ 663 વર્ષથી પણ જુનો છે, ત્યારે જેમ અન્ય શહેરોમાં ઇતિહાસની ધરોહારોને સાચવામાં આવે છે, તેવી જ રીતે આ કિલ્લાને પણ નવું રૂપ આપવામાં આવી રહ્યું છે. જો કે, આ કામમાં સરકાર અને તંત્રે ઘણું મોડું કર્યું છે. તે પણ એટલી જ સાચી હકીકત છે.

Last Updated : Mar 7, 2020, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.