- સુરતમાં ફાયર સેફ્ટીના સાધનો ન રાખનારી 1506 દુકાન સીલ
- ફાયર વિભાગે રાત્રે 12 વાગ્યા પછી અંબાજી રોડ પર કરી કાર્યવાહી
- સરકારની વારંવાર સૂચના બાદ પણ આ દુકાનોએ ફાયર સેફ્ટી ન રાખી
સુરતઃ ફાયર વિભાગે ફાયર સેફ્ટીના અભાવના કારણે માર્કેટ-કોમ્પલેક્સની 1506 દુકાનો સીલ કરી છે. ફાયર વિભાગે ડ્રિમ હોન્ડા સિટી શૉ રૂમને સીલ કરી દીધો છે. ફાયર વિભાગ દ્વારા રાત્રે 12 વાગ્યા પછીથી અંબાજી રોડ પર આવેલી માર્કેટ અને કોમ્પલેક્સમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એફિડેવિટ છતાં ફાયર સેફ્ટી સુવિધા ઉપલબ્ધ ન કરાવવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.
એફિડેવિટ કરી છતા ફાયર સેફ્ટી સુવિધા ઉપલબ્ધ ન કરાવવા સિલિંગ
ફાયર અને ઈમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપવા અને તેઓ દ્વારા રજૂ કરવામાં આવેલી એફિડેવિટ તેમ છતાં ફાયર સેફ્ટી સુવિધા ઉપલબ્ધ ન કરાવવા બદલ આજરોજ સિલીંગની કાર્યવાહી નીચે મુજબના એકમોમાં કરવામાં આવી છે.
ફાયર વિભાગે રાત્રે કાર્યાવાહી કરી આ દુકાનને સીલ માર્યું
- અંબાજી માર્કેટમાં 650 દુકાન સીલ
- ન્યૂ અંબાજી માર્કેટમાં 80 દુકાન સીલ
- મધુસુદન હાઉસમાં 100 દુકાનો સીલ
- શંકર માર્કેટ 110 દુકાન સીલ
- મનિષ માર્કેટ દુકાનોની 200 દુકાન સીલ
- પેરિસ પ્લાઝા ભેસ્તાનમાં 54 દુકાનો સીલ
- ડ્રીમ હોન્ડા સિટી શો રૂમ
- વખારિયા ટેક્સટાઈલ માર્કેટની 40 દુકાન સીલ
- ગૌતમ ટેક્સટાઈલ માર્કેટની 80 દુકાન સીલ
- તીર્થ કોમ્પલેક્સ વરાછાની 6 હોલ સીલ
- અમોરા આર્કેડ કતારગામની 91 દુકાન સીલ
- રાધિકા પોઈન્ટ કતારગામની 95 દુકાનો સીલ