સુરત: સહિત દક્ષિણ ગુજરાતમાં આજ રોજ પડેલા કમોસમી વરસાદના કારણે બાગાયતી ખેતી સહિતના પાકોને નુકશાન થયું છે. આ અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના અગ્રણી ચંદ્ર સિંહે જણાવ્યું હતું કે, કમોસમી માવઠાની સુરત સહિત દક્ષિણ ગુજરાત માં અસર થઈ છે. જેમાં ખેતીપાક ને મોટું નુકસાન થયું છે.
કેરી, ચીકુ, ઘઉં તેમજ ચણાના પાક કમોસમી વરસાદના કારણે નુકસાનમાં ગયા છે. બે લાખ એકર કેરીના પાકને પણ નુકશાનની ભીતિ છે. નુકશાન અંગે કેરી જેવા બાગાયતી પાકોને કૃષિ વીમા યોજનામાં જોડવાની સરકાર પાસે ખેડૂત સમાજ માંગ કરે છે. જે માટે કૃષિ પાકોનું સર્વે કરાવી ખેડૂતોને નુકશાનનું વળતર આપવાની ખેડૂત સમાજની માંગણી અને લાગણી છે.