- મઢી સુગર ફેક્ટરીની ચૂંટણી 19 નવેમ્બરના રોજ
- કુલ 17 બેઠકો માટે ચૂંટણીનું આયોજન
- 7 નવેમ્બરના રોજ ફોર્મ ચકાસણી
- 21 નવેમ્બરના રોજ મતગણતરી
સુરતઃ જિલ્લાની મઢિ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેનું જાહેરનામું ચૂંટણી અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
17 બેઠકો માટે ચૂંટણી
મઢી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી 19 નવેમ્બરના રોજ યોજવા ચૂંટણી અધિકારીએ જાહેરનામું બહાર પાડ્યું છે. આ ચૂંટણી કુલ 17 બેઠકો માટે યોજવામાં આવશે. આ ચૂંટણી જાહેર થવાથી સહકારી રાજકારણના ચહલ-પહલમાં વધારો થયો છે.
30 ઓક્ટોબરથી ઉમેદવારીપત્ર શરૂ
ચૂંટણી અધિકારીએ બહાર પાડેલા જાહેરનામા અનુસાર મઢી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. જેના ફોર્મ ચકાસણીની તારીખ 7 નવેમ્બર રાખવામાં આવી છે. આ સાથે જ 7થી 10 નવેમ્બર દરમિયાન ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી શકશે.
19 નવેમ્બર મતદાન
સુગર ફેક્ટરી વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી 19 નવેમ્બરના રોજ યોજવામાં આવશે. આ ચૂંટણી ખાલી પડેલી તમામ 17 બેઠકો પર યોજવામાં આવશે. જેની મતગણતરી 21 નવેમ્બરના રોજ કરવામાં આવશે.