સુરત : કોરોનાકાળમાં લોકોને જાણવા મળ્યું છે કે, ટેકનોલોજી અને ખાસ કરીને ભણતર માટે સ્માર્ટ ઉપકરણ કેટલા જરૂરી છે. ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવાર માટે ઓનલાઈન એજ્યુકેશન મેળવવા માટે ગેજેટની અછત સર્જાઇ છે. એક જ પરિવારમાં બે અથવા ત્રણ બાળકો હોય અને પરિવારમાં મોબાઈલની સંખ્યા અથવા તો લેપટોપ એક જ હોય ત્યારે ખૂબ જ મુશ્કેલી સર્જાઇ છે. આજ કારણ છે કે, સુરતની એક સ્ટાર્ટઅપ કંપનીએ એક એવું ટેબલેટ તૈયાર કર્યું છે, જેની કિંમત માત્ર એક હજાર રૂપિયા છે. સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ મધ્યમ વર્ગીય પરિવારના વિદ્યાર્થીઓને પણ પરવડી શકે આ હેતુસર કંપની દ્વારા ટેબલેટ બનાવવામાં આવ્યું છે.
આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે અને મોંઘા સ્માર્ટફોન કે, અન્ય ઉપકરણો વાલીઓ ખરીદી શકતા નથી. ત્યારે સુરતની યશવર્લ્ડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના બે એન્જીનિયર મિત્રો સાવન ખેની (બીઇ સિવિલ) અને અશ્વિન વાઘાણી (એમઇ સિવિલ) દ્વારા એજ્યુટેબ નામનું લેપટોપ બનાવાયું છે. નવું પ્રોડક્ટને એજ્યુટેબ છે. તે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સંપૂર્ણ રીતે એન્ડ્રોઈડ સંચાલિત ટેબ્લેટ છે.
સ્ટાર્ટ અપ યોજનાથી દેશને સૌથી સસ્તુ ટેબલેટ મળશે, સુરતની કંપની આપશે 1000 રૂપિયામાં ટેબ્લેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટાર્ટ અપ યોજનાનો લાભ દેશભરના લોકો લઈ રહ્યા છે. ત્યારે આજ યોજનાના કારણે હવે દેશને સૌથી સસ્તુ ટેબલેટ મળી રહેશે. આમ તો બજારમાં ટેબલેટની કિંમત 15,000 થી લઇ એક લાખ સુધી છે. પરંતુ સુરતની એક સ્ટાર્ટ અપ કંપનીએ વિદ્યાર્થીઓને ટેબલેટ અભ્યાસ માટે મળી રહે આ માટે માત્ર એક હજાર રૂપિયામાં ટેબલેટ તૈયાર કર્યું છે. સુરતના બે એન્જીનિયર મિત્રો દ્વારા મધ્યમવર્ગના પરિવારને પણ પરવડે આ માટે સુરતમાં દેશનું સૌથી સસ્તું ટેબ્લેટ બનાવ્યું છે.