ETV Bharat / state

સુરતના હીરા દલાલની કાર કામરેજના ઘલા નજીકથી સળગેલી હાલતમાં મળી, એકનું મોત - સુરત પોલીસ ફરિયાદ

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલાગામ નજીકથી સુરતના હીરા દલાલની કાર સળગેલી હાલતમાં મળી આવી હતી. કારચાલકની સીટની બાજુમાંથી એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સુરતના હીરા દલાલની કાર કામરેજના ઘલા નજીકથી સળગેલી હાલતમાં મળી

author img

By

Published : Apr 13, 2021, 10:23 PM IST

  • કાર ચાલકની બાજુના સીટ પરથી મળ્યો મૃતદેહ
  • મૃતદેહ સંપૂર્ણ સળગી ગયો હોવાથી ઓળખવો મૂશ્કેલ
  • પોલીસે FSLની મદદથી ગુનો નોંધી તપાસ શરૂ કરી

સુરત: કામરેજ તાલુકાના ઘલાગામ નજીકથી સળગેલી હાલતમાં ક્રેટા કાર મળી આવતા ચકચાર મચી ગયો હતો. આગમાં કારચાલકની બાજુની સીટ પર ભડથું થઈ ગયેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. કારમાં અકસ્માતે આગ લાગી કે કોઈએ આગ લગાવી તે અંગે પોલીસે FSLની મદદથી તપાસ આદરી છે. કારના માલિકની ઓળખ થઈ છે, પરંતુ કારની અંદર સળગી ગયેલા મૃતદેહની ઓળખ થઈ નથી.

સુરતના હીરા દલાલની કાર કામરેજના ઘલા નજીકથી સળગેલી હાલતમાં મળી
સુરતના હીરા દલાલની કાર કામરેજના ઘલા નજીકથી સળગેલી હાલતમાં મળી

FSLએ નમૂના લઈ તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામની સીમમાં મંગળવારે રોડની બાજુમાંથી સળગેલી હાલતમાં ક્રેટા કાર મળી આવી હતી. તપાસ કરતા અંદર કાર ચાલકની બાજુમાં એક મૃતદેહ સંપૂર્ણ ભડથું થઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. કારનો પાર્સિંગ નંબર GJ 5 RC 7729 હોવાનું સામે આવ્યું છે. FSLની ટીમે સ્થળ પર પહોંચી નમૂના લઈ તપાસ હાથ ધરી છે.

કાર નંબરના આધારે માલિકની ઓળખ

કાર નંબરના આધારે પોલીસે માલિકની ઓળખ કરી હતી. માલિકનું નામ વિશાલ લક્ષ્મણ ગજેરા છે, જેઓ આમ્રકુંજ સોસાયટી, પુણા સીમાડા રોડ સુરત, મૂળ ખાટલી ગામના હોવાનું સામે આવતા પોલીસે પરિવારજનોનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચોઃ પાટડી: કાર સળગી ઉઠતાં કારમાં સવાર 7 વ્યક્તિઓના મોત

9મીએ ફાર્મ હાઉસ પર જવાનું કહી નીકળ્યા બાદ પરત નહિ ફર્યો

જેમાં કાર ચાલકના નાના ભાઈ ધવલ ગજેરાએ પોલીસને જણાવ્યું હતું કે, તેનો ભાઈ વિશાલ મીની વરાછામાં કાચા હીરાના ખરીદ વેચાણનું કામ કરે છે. ગત 9મી એપ્રિલના રોજ વિશાલ ફાર્મહાઉસ પર જવાનો છું અને રાત્રે ઘરે આવવાનો નથી, એવું કહી ક્રેટા કાર લઈને નીકળ્યો હતો. બીજા દિવસે બપોરે ધવલે તેના ભાઈ સાથે વાલક પાટિયા નજીક અયોધ્યાપુરમ સોસાયટીમાં ઘરનું બાંધકામ ચાલી રહ્યું છે, તેના વિશે વાતચીત કરી હતી. પરંતુ તે દિવસે તેણે કામ માટે બહાર હોવાનું જણાવ્યું હતું અને રાત્રે ઘરે આવ્યો ન હતો. આથી 11 એપ્રિલે સવારે ધવલે અનેક વખત ફોન કરવા છતા વિશાલે ફોન ઉપાડ્યો ન હતો.

ફોન સ્વીચ ઓફ આવતા શોધખોળ શરૂ કરી

સાંજે 5 વાગ્યે તેનો ફોન સ્વીચ ઓફ થઈ જતા ધવલે વિશાલની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઈ જાણકારી ન મળતા 12મી એપ્રિલના રોજ ધવલે સુરત શહેરના સરથાણા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

મંગળવારે ઘલા ગામ નજીકથી મળી આવી કાર

મંગળવારે તે ભાઈની શોધખોળ કરી રહ્યો હતો, ત્યારે કામરેજ પોલીસ મથક પરથી તેના પર ફોન આવ્યો કે, કામરેજ તાલુકાના ઘલા ગામની સીમમાં ઘલા કરજણ રોડ પર ક્રેટા કાર નંબર GJ 5 RC 7729 સંપૂર્ણ સળગેલી હાલતમાં પડેલી છે. ક્લીનર સીટ પર મૃતદેહ ભડથું થઈ ગયેલી હાલતમાં મળી આવ્યો છે. જાણ થતા જ ધવલ સ્થળ પર પહોંચ્યો હતો. જેમાં કાર પોતાના ભાઈની જ હોવાની કબૂલાત કરી હતી. પરંતુ અંદર જે મૃતદેહ સંપૂર્ણ બળી ગયો છે તેની ઓળખ થઇ નથી.

આ પણ વાંચોઃ કપડવંજમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સળગી જતાં બાઈક સવારનું મોત

આગ લાગી કે લગાવવામાં આવી?

આકસ્મિક રીતે આગ લાગી કે પછી કોઈએ આગ લગાવી તે અંગે હાલ પોલીસ પણ અસમંજસમાં છે. સમગ્ર હકીકત FSL રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડી શકશે. હાલ પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.