કોઝ-વે પરથી સવારના સમયે એક મૃતદેહ તાપી નદીમાં દેખાતા ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટર સ્થળે પહોંચી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢતા મૃતક અમરોલી ખાતે રહેનાર પ્રદીપ પટેલ હોવાનું બહાર આવ્યું હતું.
ચોક બજાર પોલીસે રત્નકલાકારની મૃતદેહનો કબ્જો લઈ તેની મૃતયુનું કારણ જાણવા પીએમ માટે મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.વધુમાં મૃતક પ્રદિપ પટેલના લગ્ન થઈ ગયા હતા અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું હતુ.પ્રદિપ પટેલના મૃત્યુના સમાચાર મળતા જ પરિવાર કોઝવે પર દોડી આવ્યુ હતું.