ETV Bharat / state

સુરતમાંથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકીની હત્યા અગાઉ કરાયો હતો દુષ્કર્મનો પ્રયાસ: ફોરેન્સિક રિપોર્ટમાં કરાયો ખુલાસો - સુરત પોલીસ

સુરતના પાંડેસરા વિસ્તારમાં દિવાળીના દિવસે વડોદ ગામમાંથી અઢી વર્ષની બાળકી ગુમ થઈ હતી. ત્યારે આ બાળકીનો મૃતદેહ મળી આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અત્યારે બાળકીના મૃતદેહને ફોરેન્સિક માટે મોકલાયો હતો. જેના રિપોર્ટમાં બાળકીનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું તેમજ હત્યા કરતા પહેલા તેના પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ફોરેન્સિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે.

વડોદ ગામમાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ 2 દિવસે મળ્યો

author img

By

Published : Nov 8, 2021, 9:30 AM IST

Updated : Nov 8, 2021, 1:48 PM IST

  • સુરતના પાંડેસરા વિસ્તારમાં દિવાળીએ ગુમ થયી બાળકી
  • વડોદ ગામમાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ 2 દિવસે મળ્યો
  • અરમો ડાઈન્ગ મિલની પાછળની ખૂલ્લી જગ્યાએ બાળકીનો મૃતદેહ મળ્યો

સુરતઃ પાંડેસરા વિસ્તારના અરમો ડાઈન્ગ મિલના પાછળના ખૂલા જગ્યાએથી 2 દિવસ પછી એક બાળકીનો મૃતદેહ મળ્યો હતો. આ બાળકી દિવાળીના દિવસે વડોદ ગામથી ગુમ થઈ હતી. જોકે, આ બાળકીને શોધવા સુરત પોલીસનો 100થી વધુનો સ્ટાફ લગાવાયો હતો. બાળકીને શોધવામાં પોલીસે રાતદિવસ એક કર્યા હતા, પરંતુ છેવટે બાળકીનો મૃતદેહ મળ્યો હતો. જેની ફોરેન્સિક તપાસ હાથ ધરતા બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારબાદ તેની ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો- મહિલાએ ક્રૂરતાની હદ વટાવી, 11 વર્ષની બાળકીને કરાવ્યા સત્યના પારખા

72 કલાકથી વધુનો સમય વીતી ગયો હતો

પાંડેસરામાં આવેલા વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે 8 વાગ્યે બાળકી પોતાના ઘરનાં આગણે રમતા સમયે ગુમ થઈ હતી. બાળકીને શોધવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી. સુરત પોલીસની ડીસીબી, પીસીબી તથા પાંડેસરા પોલીસના સ્ટાફ સાથે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી, પરંતુ 72 કલાકથી ઉપરનો સમય પસાર થઈ ગયો હોવા છતાં બાળકીની કોઈ ભાળ મળી નહતી.

બાળકીને લઈ જતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા

વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે 8 વાગ્યે બાળકી પોતાના ઘરના આગણે રમતા ગુમ થઈ હતી. જોકે, બાળકીને શોધવા પોલીસે વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV ફૂટેજ પણ ચેક કર્યા હતા, જેમાં એક અજાણ્યો વ્યક્તિ બાળકીને ઉંચકીને સૂવડાવી લઈ જતો નજરે પડી રહ્યો છે.

આ પણ વાંચો- સુરતમાં માતાની મમતાં મરી પરવરી : નવજાત બાળકીને જન્મતાની સાથેજ તરછોડી દીધી

Last Updated : Nov 8, 2021, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.