- નાઇટ પેટ્રોલિંગ વાત કરતી ઓલપાડ પોલીસની તસ્કરોએ કાઢી હવા
- ઓલપાડના ડેલાડ ગામના રહીશની બાઇક પાર્કિગમાંથી તસ્કરોએ કરી ચોરી
- તસ્કરો પોલીસની જેમ નાઈટ પેટ્રોલીગમાં નીકળ્યા હોય, તેમ પ્રતાપનગરમાંથી બાઇક ચોરી ગયા
- બાઇક ચોરીની ઘટના CCTV ફુટેજમાં થઈ કેદ
સુરત : જિલ્લામાં ચોરીના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે. જે સાથે સુરત જિલ્લામાં બાઇક ઉઠાંતરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જેમાં ઓલપાડ તાલુકાના સુરત શહેરની નજીક આવેલા ગામડાઓમાં છાશવારે ચોરીની ઘટનાઓ બની રહી છે. આજદીન સુધી ઓલપાડ પોલીસ ( Olpad Police ) દ્વારા પણ કંઈ નક્કર કામગીરી ન કરવામાં આવતા તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ સ્થાનિકોનું કહેવું છે.
તસ્કરોએ ડેલાડ ગામના પ્રતાપનગરને નિશાન બનાવ્યું
શનિવારની મોડી રાત્રિએ તસ્કરોએ ડેલાડ ગામના પ્રતાપનગરને નિશાન બનાવ્યું હતું. પ્રતાપનગરમાં રહેતા બિપિન પટેલે તેમના પાર્કિંગમાં મૂકેલી હીરો પેશન પ્રો ગાડી નંબર GJ 05 PK 9905 હાથ લાગી હતી. આ બાઈકનો હેન્ડલ લોક ખુલ્લો હોવાથી તેને દોરીને ઘરથી દૂર લઈ ગયા હતા. જે બાદ બાઇકને ચાલુ કરીને લઇ ગયા હતા.
ઓલપાડ પોલીસ દ્વારા CCTV ફુટેજના આધારે તપાસ ધરવામાં આવી
ઓલપાડ પોલીસ ( Olpad Police ) રાત્રિ પેટ્રોલિંગ કરતી હોય તે રીતે પોલીસના સ્વાગમાં ગામમાં આવી વાહન ચોરીની ઘટનાને અંજામ આપતી ચોર ટોળકીની યુક્તિ ઓલપાડ પોલીસ ( Olpad Police ) માટે પડકાર રૂપ સાબિત થશે. હાલ ઓલપાડ પોલીસ ( Olpad Police ) દ્વારા CCTV ફુટેજના આધારે તપાસ ધરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -