- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સંગઠનના નિયમના કારણે કાર્યકરોમાં રોષ હતો
- સંગઠનમાં યુવા મોરચાને લઈને નવો નિર્ણય લેવામાં આવ્યો
- ભાજપમાં વધારે યુવાઓનો તક મળી રહે આ માટે નિર્ણય કરાયો
સુરત : રાજ્યમાં અગાઉ પણ સંગઠનના નિયમના કારણે કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે પણ ચૂંટણી લડવા માટે 60 વર્ષથી ઉપરના લોકોને ચૂંટણીના લડવા માટે નિયમ બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારે પણ નારાજગી જોવા મળી હતી.
સંગઠનમાં યુવા મોરચાને લઈને નિર્ણય લેવાયો
જે લોકો 60 વર્ષથી નીચેની ઉંમર ધરાવતા હતા. તેઓને ભાજપા દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી હતી. ફરીથી સંગઠનમાં યુવા મોરચાને લઈ જે નિર્ણય લેવામાં આવ્યો છે. તેને લઈને પણ સંગઠનના યુવા કાર્યકર્તાઓમાં અંદર ખાને રોષ જોવા મળી રહ્યો છે.
યુવાઓને ઉત્સાહ મળશે અને રાજકારણમાં નવી તકો મળશે
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ભાજપમાં વધારે યુવાઓનો તક મળી રહે આ માટે આ નિર્ણય કરાયો છે. એનાથી યુવાઓને ઉત્સાહ મળશે અને રાજકારણમાં નવી તકો મળશે. જે કાર્યકર્તાઓ 35 વર્ષની ઉપરના છે તેમને માટે ભાજપની અન્ય વિંગમાં સ્થાન મળે જ છે. તમામ કાર્યકર્તાઓ અમારી સાથે છે.
35 વર્ષની ઉપરના યુવા કાર્યકર્તાઓ ચૂંટણી લડી ચૂક્યા
બીજી બાજુ સુરતની વાત કરવામાં આવે તો અહી શહેર યુવા મોરચાના પ્રમુખ ભાવિન ટોપીવાલાએ જણાવ્યું હતું કે, સંગઠનમાં જે પણ 35 વર્ષની ઉપરના યુવા કાર્યકર્તાઓ હતા. તેઓ અત્યાર સુધીમાં તો ચૂંટણી લડી ચૂક્યા છે અથવા તો અન્ય મોરચામાં જોડાઇ ગયા છે.
કોઈની પણ નારાજગી જોવા મળી નથી
સુરત શહેર યુવા મોરચામાં કોઈ પણ 35 વર્ષની ઉપર કાર્યકરતા નથી. તમામના ઓળખકાડ અને તેમની તમામ વિગતો અમારી પાસે હોય છે અને કોઈને પણ નારાજગી પણ હાલ જોવા મળી નથી.