ETV Bharat / state

કોરોનામાં ફરજ બજાવી રહેલી 3 નર્સ એક અઠવાડિયાથી પરિવારને મળ્યા નથી - nurses

કોરોના વાઈરસ સામે હાલ ડોક્ટરો અને નર્સો સિટી વોરિયર્સની જેમ કામ કરી રહ્યા છે, ત્યારે સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં ફરજ બજાવી રહેલા ૩ નર્સ એક અઠવાડિયાથી પરિવારને મળ્યા નથી. તેઓ હોસ્ટેલમાં જ રહીને પોતાની ફરજ અદા કરી રહ્યા છે.

કોરોનામાં ફરજ બજાવી રહેલા ૩ નર્સ એક અઠવાડિયાથી પરિવારને મળ્યા નથી

author img

By

Published : Apr 10, 2020, 12:01 PM IST

Updated : Apr 10, 2020, 3:55 PM IST

સુરત : કોરોના વાઈરસની જંગ જીતવા આરોગ્ય, પોલી અને પ્રશાસન મેદાને ઉતર્યા છે. ખાસ કરીને ડોક્ટર અને નર્સ તો બોર્ડર અંદરના સૈનિક સાબિત થઈ રહ્યા છે. આવા સમયે સિવિલના દરેક કર્મચારીઓએ પોતાના જીવના જોખમે મૂકીને રાત દિવસ ખડે પગે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે અમુક કિસ્સાઓ સામાન્ય માણસને પણ લાગણીશીલ કરી દે તેવા છે. તેઓ પોતાના પરિવારથી દૂર રહીને દર્દીઓની નિષ્ઠાપૂર્વક સેવા કરી રહ્યા છે.

ન્યુ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે હેતલ વાઘોશી આઈસોલેશન વોર્ડમાં ફરજ બજાવે છે. જ્યાં કોરોનાના શંકાસ્પદ કેસ તેમજ પોઝિટિવ કેસના દર્દીઓને રાખવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક પેશન્ટ સિરિયસ હોય છે જેમને વેન્ટીલેટરની જરૂર પણ પડે છે. જે છેલ્લા સાત દિવસથી ઘરે ગયા નથી. જેનુ એક જ કારણ છે કે હોસ્પિટલના ઈન્ફેક્શન તેના પતિ, પરિવારને તેમજ સોસાયટીમાં કોઈને ન લગે તેટલા માટે હોસ્ટેલમાં જ રહીને ફરજ બજાવી રહ્યા છે. જેના પગલે તમે પણ અમને સપોર્ટ કરો અને ઘરમાં જ સુરક્ષિત રહો.

કોરોનામાં ફરજ બજાવી રહેલા ૩ નર્સ એક અઠવાડિયાથી પરિવારને મળ્યા નથી

નવસારીના રહેવાસી શિલાબેન છેલ્લા સાત દિવસથી તેમના ઘરે નવસારી ગયા નથી. છેલ્લા ચાર દિવસથી તેમની ડ્યુટી આઈસોલેશન વોર્ડમાં આવી છે. આ તકે તેઓ સાથે વાતચીત કરતા જણાવ્યું કે મારો પુત્ર અને મારા પતિ ઘરે એકલા છે. છતાં હું અહીં મારી ફરજ નિષ્ઠાથી નિભાવું છું. મારી દરેક લોકોને વિનંતી છે કે ફરજ દરમિયાન અમે મોટા સાથે નાના બાળકોની પણ તપાસ કરીએ છીએ. તેમને ટ્રીટમેન્ટ આપતા સમયે અમને ઘણું દુઃખ થાય છે. જેથી અમારી વિનંતી છે કે બાળકોને પણ ઘરમાં રાખો અને તમે પણ ઘરમાં રહો અને સુરક્ષિત રહો.

વલસાડના રહેવાસી નિરંજનાબેન છેલ્લા એક અઠવાડિયાથી સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના પતિ ઘરે એકલા છે. તેમની દિકરીને નાની દિકરી છે છતાં પણ તેઓ મળવા જઈ શકતા નથી. કારણ કે તેઓ આઈસોલેશન વોર્ડમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓ સાતે વાતચીત કરતા જણાવ્યું કે, મેં મારી અંદરના દરેક કર્મચારીઓને તેમની કીટ પહેરીને કામ કરી સેફટી રાખવા કહ્યું છે. જેથી આપણ ને કે આપણા થકી અન્યને ચેપ ન લાગે. અમે આ સેવા સ્વીકારી છે અને રોજ પોઝિટિવ પેશન્ટ તેમજ શંકાસ્પદ પેશન્ટનો ઈલાજ કરી રહ્યા છે. તેમાંથી ઘણાને સાજા કરીને ઘરે પણ મોકલ્યા છે. સરકાર આપણે માટે આટલું કરી રહી છે તો તમે પણ ઘરે રહો અને સુરક્ષિત રહો.

Last Updated : Apr 10, 2020, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.