સુરત : હાલમાં વડોદરા ખાતે માસ્ટર નેશનલ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાંથી 1000 ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં નઝમીએ ત્રણ મેડલ હાંસલ કર્યા છે. નઝમી કિનખાબવાલા એ 70+ ગ્રુપમાં મેન્સ સિંગલ્સમાં સિલ્વર, મેન્સ ડબલ્સમાં ગોલ્ડ અને મિક્સડ ડબલ્સમાં પણ ગોલ્ડ મેડલ મેળવી સુરતનું વિશ્વ સ્તરે નામ રોશન કર્યું છે.
તેઓએ 1964 થી ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી. પરંતુ 1995માં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેમણે નોકરીમાં ધ્યાન આપ્યું. જો કે, 1964 થી 1995 સુધીમાં તેમણે 500 થી વધારે મેડલ મેળવ્યા હતાં. આ ઘટનાના 21 વર્ષ બાદ એટલે કે 2017માં ફરીથી તેમની જિંદગીમાં ટેબલ ટેનિસની રમત આવી. 2017થી અત્યાર સુધીમાં તેઓએ અન્ય 28 મેડલ મેળવ્યા છે.