- રાજકોટમાં 5 માસના બાળકનું શંકાસ્પદ કોરોનાથી મોત
- 700થી વધુ ઘરોનો સર્વે કરવામાં આવ્યો
- કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સૌથી વધુ બાળકો સંક્રમિત
રાજકોટ: શહેરના કોઠારિયા વિસ્તારમાં 5 માસના બાળકનું શંકાસ્પદ કોરોના કારણે મોત થયું છે. જે મામલે હજુ મેડીકલ ટિમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ બાળકનું મોત થયા મહાનગરપાલિકા તંત્ર પણ જાગ્યું છે અને આ વિસ્તારમાં આવેલા 700થી વધુ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો છે. જ્યારે વિસ્તારમાં હજુ સુધી કોઈ કોરોનાનો પોઝિટિવ કેસ જોવા મળ્યો નથી પરંતુ કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સૌથી વધુ બાળકો સંક્રમિત થવાની આરોગ્ય સંસ્થાઓ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને મનપા દ્વારા હવે સમગ્ર રાજકોટમાં સર્વે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગની 14 ટીમ દ્વારા કરવામાં આવ્યો સર્વે
રાજકોટના કોઠારીયા વિસ્તારમાં 5 માસના બાળકનું શંકાસ્પદ કોરોના કારણે મોત થતા મનપા તંત્ર પણ એલર્ટ થયું હતું. તેમજ આ વિસ્તારમાં આરોગ્ય વિભાગની 14 જેટલી ટીમો દ્વારા 700થી વધુ ઘરના સર્વે કર્યો હતો અને તેમના આરોગ્યની ચકાસણી કરી હતી. જ્યારે 27 જેટલા બાળકોના આ વિસ્તારમાં કોરોના ટેસ્ટ પણ કરાયા હતા. જે નેગેટિવ આવ્યા હતા. જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ગંભીર બીમારીઓ ધરાવતા અને 18 વર્ષથી નીચેના બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ પણા વંચો: જામનગરમાં પ્રથમ કોરોનાથી પ્રભાવિત બાળકનું મોત
તમામ વોર્ડમાં સોમવારથી સર્વેની કામગીરી
રાજકોટમાં 5 માસના શંકાસ્પદ બાળકના મોત બાદ મનપા દ્વારા કોઠારીયા વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો હતો. જ્યારે હવે આ સર્વે આખા રાજકોટમાં કરવામાં આવશે. જે વોર્ડ વાઇસ હશે તેમજ આ પ્રકારના સર્વે માટે મનપા દ્વારા આરોગ્ય વિભાગની ટીમ પણ વધારવામાં આવશે. જ્યારે આ સર્વેમાં 18 વર્ષથી ઓછો વયના તમામ બાળકોને ઉમેરી લેવામાં આવશે. જ્યારે આ સર્વેમાં સૌથી વધુ બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. તેમજ કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે આ બાળકોની યાદી રાખવામાં આવશે.
કોઈપણ બાળકને લક્ષણો હશે તો તાત્કાલિક ટેસ્ટ: કમિશ્નર
રાજકોટમાં આગામી દિવસોમાં વોર્ડ વાઇસ સર્વે શરૂ કરવામાં આવનાર છે. જેને લઈને મહાનગરપાલિકાના કમિશ્નર અમિત આરોરાએ જણાવ્યું હતું કે, આપણે આ સર્વેમાં બાળકો પર સૌથી વધુ ધ્યાન આપીશું. જ્યારે ગંભીર બીમારી ધરાવતા બાળકોને જો કોઈ ઓન સામાન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક તેનો રિપોર્ટ કરવામાં આવશે. આ સાથે જ બાળકને જે રોગ છે તેની દવાઓ નિયમિત રૂપે ચાલુ છે કે, નહીં તેની પણ માહિતી મેળવામાં આવશે.