સુરતઃ 12 ફેબ્રુઆરી, 2020ના રોજ 3D ગ્રાફિક ડિઝાઇનર નિખિલ અને ફેશન ડિઝાઈનર નેન્સી પ્રભુતામાં પગલા પાડવા જઇ રહ્યા છે, લગ્ન પહેલા બન્નેએ પ્રી-વેડિંગ શૂટ કરાવ્યું હતુ. સુરતની ચમક સાથે સિટી બસ, ટ્રાફિક, નો પાર્કિંગ જેવા શહેરીહિતના પ્રશ્નોને આવરી લઇ અલાયદી થીમ પર પ્રી-વેડિંગ વીડિયો શૂટ કરાવ્યું હતુ. પોતાના શહેર સુરત પર પ્રેમ અને લાગણીઓને દર્શાવતું આ પ્રી-વેડિંગ શૂટ તેમના માટે અનોખો અનુભવ રહ્યો હતો, જેમાં બંને યુગલ સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ચાલતી સાઈકલ પ્રોજેક્ટ અંતર્ગત જે સાઇકલો શહેરમાં ચાલે છે, તેના પર બેસી શૂટ કરાવ્યું હતુ.
સુરત શહેર પ્રત્યે લાગણી અને શહેરની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે જે સુવિધાઓ પાલિકા દ્વારા આપવામાં આવી છે, તે લોકો વાપરે આ ઉદ્દેશથી નેન્સી અને આ ખાસ પ્રી-વેડિંગ શૂટ કરાવ્યું હતુ. નિખિલે જણાવ્યું હતું કે, પ્રી-વેડિંગ શૂટિંગ પાછળનું કારણ છે કે, લોકો ટ્રાફિકના સમસ્યાના સમાધાન માટે સુરત મહાનગર પાલિકાના સાઇકલ શેરિંગ પ્રોજેક્ટને અપનાવે અને સિટી બસનો મહત્તમ ઉપયોગ કરતા રહે તેમજ નેન્સીએ જણાવ્યું હતું કે, સુરત ખૂબસૂરત છે આખું વિશ્વ જાણે છે. સુરતમાં અનેક સ્થળો સારી રીતે ડેવલપ કરાયા છે કે, બોલિવૂડ સ્ટાર્સ પણ અહીં આવી શૂટ કરાવી શકે છે.
વધુમાં કહ્યુ કે,અમે અમારા સુરતને સુંદર બતાવવાની સાથે લોકોને આ પ્રી-વેડિંગ શૂટના માધ્યમથી ટ્રાફિક જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી લોકો રસ્તો ક્રોસ કરવા જતા જેબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરે, નો પાર્કિંગમાં વ્હીકલ પાર્ક કરવાને બદલે યોગ્ય સ્થળે વ્હીકલ પાર્ક કરી ટ્રાફિકની નિયમોને અનુસરે તે હેતુથી આ શૂટિંગ કરવામાં આવ્યુ હતુ.