આ પાઘડી ભગવાને પોતે અરદેશર કોટવાલને ભેટમાં આપી હતી જેને કારણે પારસી પરિવાર કોઇપણ કિંમતે વેંચવા માટે તૈયાર નથી. સુરત માટે ભાઇબીજનો દિવસ બે રીતે ખાસ હોય છે. એક તો ભાઇ-બહેનનો પવિત્ર બંધન અને બીજું સુરતમાં 195 વર્ષ જૂના સ્વામીનારાયણ પાઘડીના દર્શન જાહેર જનતાને કરવા મળે છે. ભગવાન સ્વામીનારાયણ પારસી કોટવાળ અરદેશરને આપેલી પાઘડી અને શ્રીફળનું ખાસ જતન કરે છે.
જ્યારે ભગવાને ખુદ આપેલી પાઘડી હોય તો તે બહુમુલ્ય થઇ જતી હોય છે. દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ આ પાઘડીને ખરીદવા માટે આતુર જોવા મળે છે. પરંતુ, પારસી પરિવાર ભગવાનના આશીર્વાદ માની કોઇને પાઘડી વહેંચવા માંગતા નથી. ભાઇબીજના દિવસે ભગલાનનું માથુ પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘડીના દર્શન સૌને કરાવે છે. અરદેશર કોટવાળને આપેલી પાઘડી અરદેશર કોટવાળના પુત્ર જહાંગીર શાહે સાચવી રાખી હતી. જહાંગીર શાહના સંતાનની નાની ઉંમરે અવસાન થતાં ભગવાનની પાઘડી અરદેશર કોટવાળાના પત્નીએ મોસાળમાં સોરાબજી વડીયાને ત્યાં પહોંચાડી હતી, ત્યારથી આજદીન સુધી અહીં જ આ પાઘડી સાચવવામાં આવી છે.