ETV Bharat / state

Surat News : પાડોશમાં સુસાઇડ નોટ નાખીને આત્મહત્યા કરવા જતા યુવકને ફાયર વિભાગે દરવાજો તોડીને બચાવ્યો - સુરતમાં રત્નકલાકાર આત્મહત્યા

સુરતમાં બેકાર રત્નકલાકારે પાડોશમાં સુસાઇડ નોટ નાખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પાડોશીએ ફાયર વિભાગને જાણ કરતા ટીમે જવાનોએ સમયસર દોડી દરવાજો તોડી જમીન પર બેભાન પડેલા યુવકને સારવાર માટે ખસેડ્યો હતો. પત્ની સાથે ઝગડાને લઈને યુવકે આવું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

Surat News : પાડોશમાં સુસાઇડ નોટ નાખીને આત્મહત્યા કરવા જતા યુવકને ફાયર વિભાગે દરવાજો તોડીને બચાવ્યો

author img

By

Published : Jul 15, 2023, 5:12 PM IST

સુરત : પાલનપુર સુડા આવાસમાં બેકાર રત્નકલાકારે પાડોશમાં સુસાઇડ નોટ નાખી ઘરમાં અંદરથી બંધ થઈ ગયો હોવાના બનાવ બાદ ફાયર દોડતું થઈ ગયું હતું. એટલું જ નહીં, મધરાત્રે બનેલી ઘટના બાદ ફાયરના જવાનોએ સમયસર દોડી દરવાજો તોડી જમીન પર બેભાન પડેલા રત્નકલાકારને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવી બચાવી લીધો હતો.

સુરત : શહેરમાં સતત આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે પાલનપુર સુડા આવાસમાં ગત મોડી રાતે પાડોશીના એક ફોનના કારણે ફાયરના જવાનોએ બેકાર બનેલા રત્નકલાકારે આત્મહત્યા કરતા પેહલા જ બચાવી લેવાની ઘટના સામે આવી છે. પત્ની અને પારિવારિક ઝઘડામાં યુવકે આવું પગલું ભર્યું હોવાનું હતું છે. હાલ તો આ સમગ્ર મામલે અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ ઘટના ગઈકાલે રાતે 12 વાગ્યેની આસપાસની છે. ફાયર કંટ્રોલ દ્વારા કોલ આપવામાં આવ્યો હતો કે, પાલનપુર વિસ્તારના ગૌરવ પથ રોડ પર સુડા આવાસમાં એક વ્યક્તિ જેઓ પોતાનો ઘરનો દરવાજો બંધ કરી આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. જેને લઈને અમે અમારી ટીમ જોડે ત્યાં પહોંચ્યા બંધ દરવાજો તોડીને જોયું તો તે વ્યક્તિ જમીન પર બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જેથી તેને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. - ક્રિષ્ના મોર (ઓફિસર, ફાયર વિભાગ)

નાનકડી ચિઠ્ઠીમાં બનાવી : વધુમાં જણાવ્યુ કે, આ ઘટનામાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિએ નાનકડી ચિઠ્ઠીમાં "હુ આત્મહત્યા કરી રહ્યો છું મારાભાઈને જાણ કરી દો" એમ લખી પોતાના પાડોશીના દરવાજામાં નાખી પોતે પોતાના ઘરનો દરવાજો બંધ કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ ચિઠ્ઠીના આધારે પાડોશી રૂપેશ જેઓ ફાયર વિભાગમાં જાણ કરી હતી.

રાત્રે 12:00 વાગે હું મારા દરવાજો ખોલ્યો ત્યારે મારા દરવાજા પર એક ચિઠ્ઠી હતી. તે ચિઠ્ઠી વાંચી તો મેં તરત વિશાલના ઘરનો દરવાજો ખખડાવ્યો, પરંતુ તેણે કોઈ જવાબ ન આપતા મેં ફાયર કંટ્રોલમાં જાણ કરી હતી. જેથી ફાયરના જવાનો આવી દરવાજો તોડીને જોયું તો વિશલાને બેભાન અવસ્થામાં હતો. જેથી સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો. - રૂપેશ સપકાલ (પાડોશી)

પત્ની સાથે ઝઘડો : વધુમાં જણાવ્યુ કે, વિશાલ રામચંદ્ર સિંદે જેઓ કતારગામમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. પરંતુ હાલ થોડા મહિનાઓથી તેમની જોબ છૂટી જવાને કારણે તેઓ બેકાર રહેતા હતા. આ વાતને લઈને તેમના ઘરમાં તેમની પત્ની જોડે અવારનવાર ઝઘડો થયા કરતો હતો. તેમને બે બાળકો પણ છે અને ગઈકાલે બપોરે પણ તેમની પત્ની જોડે ઝઘડો થયો હતો. જેને કારણે તેઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેઓનું સ્વાસ્થ્ય સારું છે.

  1. Deesa News : બાળકો અને માતાને ઝેરી પ્રવાહી આપી પિતાએ આત્મહત્યા કરવાની કરી કોશિશ
  2. Surat News : સુરત નવી સિવિલ હોસ્પિટલની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીને આત્મહત્યા કરતા અટકાવી પોલીસે
  3. Ahmedabad Crime : પતિએ પત્નીને નોકરી કરાવવા 3 માસની દીકરીને હરિયાણા મૂકી, એટલી હદે ત્રાસ આપ્યો કે પત્નીએ કરી લીધી આત્મહત્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.