ETV Bharat / state

Surat News: વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ 21મી નવેમ્બરથી કાર્યરત થશે, પીએમ મોદી કરી શકે છે લોકાર્પણ - PM Modi can launch it

આ ડાયમંડ બુર્સમાં મુંબઈ તેમજ વિદેશના ઉદ્યોગકારોને એક જ સ્થળે રફ હીરા ખરીદી, કટ પોલિશડ હીરાના વેચાણ સહિતની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહેશે. કુલ દોઢ લાખથી પણ વધુ લોકો એક જ સ્થળે વેપાર કરશે અને લોકોને રોજગારી મળી જ રહેશે.

surat-worlds-largest-diamond-bourse-will-be-operational-from-21st-november-pm-modi-can-launch-it

author img

By

Published : Jul 15, 2023, 2:21 PM IST

સૌથી મોટું ડાયમંડ બુર્સ 21મી નવેમ્બરથી કાર્યરત થશે,

સુરત: ડ્રીમ સિટી ખાતે સ્થિત સુરત ડાયમંડ બુર્સમાં 21 નવેમ્બર થી 1000 જેટલી યુનિટ શરૂ કરવામાં આવશે. સુરત ડાયમંડ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વકાંશી આ પ્રોજેક્ટને લઈ લોકો છેલ્લા ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. ખજોદ ખાતે તૈયાર થઈ રહેલા આ ડાયમંડ બુર્સમાં 4,600 થી પણ વધુ ઓફિસો છે અને જયારે ડાયમંડ બુર્સ કાર્યરત થઈ જશે ત્યારે સુરત જ નહીં પરંતુ મુંબઈ તેમજ વિદેશના ઉદ્યોગકારોને એક જ સ્થળે રફ હીરા ખરીદી, કટ પોલિશડ હીરાના વેચાણ સહિતની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહેશે.

સૌથી મોટું ડાયમંડ બુર્સ: સુરત ખાતે તૈયાર થયેલા ડાયમંડ બુર્સ પર દુનિયાના તમામ ડાયમંડ કંપનીની નજર છે. સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ છે. વિશ્વના 175 દેશો અહીં ખરીદી કરવા માટે આવશે એટલું જ નહીં આ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડીંગ માપદંડ હેક્ટર તૈયાર કરવામાં આવ્યું છે. અહીં સોલાર પાવરથી લઈને તમામ પર્યાવરણ લક્ષી વસ્તુઓને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટર તૈયાર કરવામાં આવ્યું છે. નવેમ્બર 21 તારીખથી દેશને અત્યાધુનિક ડાયમંડ બુર્સ મળી રહેશે. અત્યાસુધીમાં 350 જેટલા ઉદ્યોગકારો એ 21 નવેમ્બર થી અહીં યુનિટ શરૂ કરવાની તૈયારી પણ બતાવી દીધી છે.

પીએમ મોદી કરી શકે છે લોકાર્પણ: આવનાર ત્રણ દિવસમાં અન્ય કંપનીઓ પણ સહમતિપત્રો મોકલશે તેવી સંભાવનાઓ છે. આ માટે સેફ ડિપોઝિટ વોલ્ટ અને કસ્ટમ ઓફિસ સહિતની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 નવેમ્બરના રોજ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ડાયમંડ બુર્સ, સુરત રેલવે સ્ટેશન સહિતના પ્રોજેક્ટ ના પણ લોકાર્પણ કરે તેવી પણ સંભાવનાઓ છે.

9 આઈકોનિક ટાવર: આ ડાયમંડ બુર્સમાં કુલ દોઢ લાખથી પણ વધુ લોકો એક જ સ્થળે વેપાર કરશે અને લોકોને રોજગારી મળી જ રહેશે. 3000 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટર સાકાર કરવામાં આવ્યો છે. ડાયમંડ બુર્સમાં કાર્યરત હીરાની નાની મોટી કંપનીઓ ના કારણે એક જ સ્થળે બાયર્સને અનેક વેરાઈટી પણ મળી રહેશે. આ ડાયમંડ બુર્સમાં 15 માળના 9 આઈકોનિક ટાવર છે. જોકે નવ ટાવર પૈકી કોઈ પણ ટાવરમાં 13 મો માળ જ નથી 12 માળ પછી સીધો 14 મો માળ છે. કારણ કે અનેક લોકો 13ના આંકને અપશુકનિયાળ માનતા હોય છે. થી કોઈ પણ ટાવરમાં 13 મો માળ જ નથી.

તમામ પ્રકારની સુવિધા મળશે: ડાયમંડ બુર્સ કમિટીના મેમ્બર દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે 21 નવેમ્બરના રોજ ઓફિસ શરૂ કરવા માટેની અનેક સંમતિ અમને મળી છે 350 જેટલી યુનિટ 21 નવેમ્બરના રોજ સુરત ડાયમંડ બુર્સમાં વેપારનો શ્રી ગણેશ કરશે. ડાયમંડ બુર્સ માટે કસ્ટમ ક્લિયરન્સની મંજૂરી પણ મળી જશે અને કસ્ટમની ઇન્સ્પેક્શનની તમામ પ્રક્રિયા તો અગાઉ પૂર્ણ થઇ ચૂકી છે સેફ ડિપોઝિટ વોલ્ટ, બેંક અને રેસ્ટોરન્ટની પણ સુવિધા અહીં છે. મુંબઈ અને સુરતની કુલ 190 જેટલી કંપનીઓએ ઓફિસ અને હીરા ટ્રેડિંગની કામગીરી શરૂ કરવા માટે સહમતિ બતાવી છે.

  1. PM Modi USA Visit: નરેન્દ્ર મોદીએ યુએસ ફર્સ્ટ લેડી જીલ બિડેનને 7.5 કેરેટનો હીરો ભેટમાં આપ્યો
  2. Lab Grown Diamonds of Surat: અમેરિકામાં ચમકી રહ્યો છે સુરતની લેમાં તૈયાર 35 કેરેટનો લેબગ્રોન એમરાલ્ડ કટ ડાયમંડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.