સુરત:સ્માર્ટસિટી તરીકે ઓળખાતું સુરત શહેર ડાયમંડ અને ટેક્સટાઇલ માટે વિશ્વમાં પ્રસિદ્ધ શહેર છે. પરંતુ આ શહેરની ચમક હવે પાણીના કારણે ઝાંખી પડી છે. જી હા, ડાયમંડ સિટીમાં પાણીની અછત પડી છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે, નેતાઓ મત લેવા માટે આવે છે. પછી કોઇ અમારી ભાળ પુછતું નથી. હર્ષ સંઘવીના શહેરમાં જાણે દુકાળ પડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તરસી આંતરડીને ઠારવા માટે કોઇ નેતા કે તંત્ર તૈયાર નથી.
પાણીની અછત: સ્માર્ટસિટી તરીકે ઓળખાતું સુરત શહેર ડાયમંડ અને ટેક્સટાઇલ માટે વિશ્વમાં પ્રસિદ્ધ શહેર છે. જે સુરત શહેરમાં છેલ્લા 20 વર્ષથી ભાજપની સરકાર છે. મોટી મોટી વાતો કરતી ભાજપની સરકારમાં જ આ વિસ્તારમાં વર્ષોથી લોકો પીવાના પાણી હોય કે પછી ઘર વપરાશ કરવામાં આવતું પાણીની અછત જોવા મળી રહી છે. દિવસના એક જ વખત પાણીનું ટેન્કર આવે છે. પાણી ભરવા માટે લોકોની પડાપડી થાય છે.
પાણીનો પોકારઃ જો વાર તહેવાર હોય તો પાણીનું ટેન્કર પહોંચતું નથી. જેના કારણે અહીંના લોકોને પાણી વગર રહેવાનો પણ વારો આવતો હોય છે. તેઓ અંતે બહારથી પાણી લઈને પોતાનું ગુજરાન ચલવે છે. જોકે પાણી બાબતે જ સોસાયટીના પ્રમુખ દ્વારા પણ ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી પાણીની પહોંચી શક્યું નથી. જોકે આ વિસ્તારમાં વધારે પડતા પરપ્રાંતિઓ વસે છે.
ટેન્કર આવતું નથી: આ બાબતે તે વિસ્તારના સ્થાનિક અંકુરભાઈએ જણાવ્યું કે, અમારા વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી પાણી આવી રહ્યું નથી. જેથી અહીં રોજ સવારે પાણીનું ટેન્કર આવે છે. અહીં પાણી માટેની લાઈન નથી અને વાર-તહેવાર હોય તો અહીં પાણીનું ટેન્કર પણ આવતું નથી. જેથી અમારે ખૂબ જ તકલીફ પડે છે. ચૂંટણીના સમય દરમિયાન નેતાલોકો આવે છે. રોડ રસ્તા પાણીની સુવિધાઓ આપવાના વાયદાઓ કરે છે. પરંતુ ત્યારે તો અમારા મત લઈને જતા રહે છે. તેઓ પોતાના વાયદાઓ પૂર્ણ કરતા નથી.
20 રૂપિયાની બોટલ: જરૂરીયાત પ્રમાણે 20 થી 30 લિટર પાણી ભરવું પડે છે. સ્થાનિક અંકુરભાઈ ઉમેરે છે કે, અમારા શિવાજી પાર્કમાં રોડ રસ્તા પણ બરોબર નથી. જેને કારણે ચોમાસામાં પણ અહીં પાણી ભરાઈ જતા હોય છે. જેને કારણે એમને ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. બાજુમાં જ આવેલ સોસાયટીમાં રોડ બન્યો છે. હું રોજના મારા જરૂરીયાત પ્રમાણે 20 થી 30 લિટર પાણી ભરું છું. પાણી આખો દિવસ ચલાવું પડે છે. અમુક સમય દરમિયાન પાણી ખૂટી જાય તો અમારે બહારથી પાણી લેવું પડે છે. ટેમ્પો વાળો આવે છે. તેમની પાસેથી 20 રૂપિયાની બોટલ લેવું પડે છે.
ચૂંટણી પૂરી એટલે પાણીનું લાઈન પૂરું: હોળી,દિવાળી અન્ય તહેવાર હોય તો પાણીનું ટેન્કર આવતું નથી. આ બાબતે તે વિસ્તારના બીજા સ્થાનિક મનોજભાઈએ જણાવ્યુંકે, છેલ્લા દસ વર્ષથી પીવાના પાણીની સમસ્યા ઓ થઈ રહી છે. ટેન્કર આવે પાણી ભરી લો બસ કામ પૂરું. સવારે 8, 9, 10 ગમે ત્યારે ટેન્કર આવે છે. જાહેર રજા હોય ત્યારે ટેન્કર આવતું જ નથી. તહેવાર હોય તો પણ ટેન્કર આવતું નથી. જેના કારણે અમને ખૂબ જ તકલીફ પડે છે. ચૂંટણી ટાણે પાણીની લાઈન અમે નાખી દેશું. એવું બોલીને નેતાઓ જતા રહે છે. ચૂંટણી પૂરી એટલે પાણીનું લાઈન પણ પૂરી. હું છેલ્લા 10 વર્ષથી અહીં રહું છું.