ETV Bharat / state

Surat VNSGU News : આ યુનિવર્સિટીની લેબ ટેક્નિશિયનની ડિગ્રી સરકારી ખાતામાં અમાન્ય, 1000 વિદ્યાર્થીઓને અન્યાય - લેબ ટેક્નિશિયનની ડિગ્રી સરકારી ખાતામાં અમાન્ય

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની માઈક્રો બાયોસાયન્સ વિભાગમાં એક કોર્ષમાં ભણતાં વિદ્યાર્થીઓ કેટલીક સરકારી નોકરી મેળવવામાં અન્યાયનો ભોગ બની રહ્યાં છે. રાજ્ય સરકારના ત્રણ વિભાગમાં અહીંની લેબ ટેકનિશિયનની ડિગ્રી અમાન્ય ગણવામાં આવે છે. જેને લઇ ફરી રજૂઆત થઇ રહી છે.

Surat VNSGU News : આ યુનિવર્સિટીની લેબ ટેક્નિશિયનની ડિગ્રી સરકારી ખાતામાં અમાન્ય, 1000 વિદ્યાર્થીઓને અન્યાય

author img

By

Published : Mar 2, 2023, 5:49 PM IST

યુનિવર્સિટી દ્વારા પણ રાજ્ય સરકારને આ મામલે ચર્ચાઓ કરી છે

સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની માઈક્રો બાયોસાયન્સ વિભાગના લેબ ટેકનિશિયનની ડિગ્રી મેળવનાર 1000 જેટલા વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી પ્રમાણે રાજ્ય સરકારમાં નોકરી મળી જવી જોઈએ. પરંતુ રાજ્ય સરકારના કેટલાક વિભાગમાં યુનિવર્સિટીની ડિગ્રીને અમાન્ય ગણાવી છે. જેથી ઘણા બધા વિદ્યાર્થીઓ સરકારી નોકરીથી વંચિત રહી ગયા છે.

1000 જેટલાં વિદ્યાર્થીઓ સરકારી નોકરીથી વંચિત : સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની માઈક્રો બાયો સાયન્સ વિભાગના લેબ ટેકનિશિયનની ડિગ્રી રાજ્ય સરકારની નોકરીઓમાં અમાન્ય ગણવામાં આવી છે. અહીં છેલ્લા 3 વર્ષના કોર્સમાં આશરે 400 જેટલા વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો હતો અને તે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ડિગ્રી મેળવી છે. તો તે ડિગ્રીને રાજ્ય સરકારના કેટલાક વિભાગોમાં અમાન્ય ગણવામાં આવે છે. જેથી 1000 જેટલાં વિદ્યાર્થીઓ સરકારી નોકરીથી વંચિત રહી ગયા છે. આ મામલે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો New System: પેપર લીકને રોકવા વીર નર્મદ યુનિવર્સિટી લાવી નવી સિસ્ટમ, OTP નાખશો તો જ ખોલી શકાશે પેપર

સરકારના ત્રણ વિભાગમાં અમાન્ય ડિગ્રી : આ પહેલા પણ આ મામલે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જોકે તમામ વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન 15 થી 20 હજાર રૂપિયા ફીસ ભરી હતી. આ બાબતે યુનિવર્સિટીના સિન્ડિકેટ મિટિંગમાં પણ વાત કરવામાં આવી હતી અને તમામ સિન્ડિકેટ સભ્યોએ અને યુનિવર્સિટી દ્વારા આ બાબતે રાજ્ય સરકારને રજૂઆત પણ કરી દીધી છે. શહેરી વિકાસ, પંચાયત વિભાગ અને આરોગ્ય વિભાગમાં આ ડિગ્રી અમાન્ય ગણવામાં આવી રહી છે.

કુલપતિનું નિવેદન : આ બાબતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, આપણી યુનિવર્સિટીના લેબ ટેક્નિશિયન જે વિદ્યાર્થીઓ પાસ થાય છે તેઓ રાજ્ય સરકારના તમામ વિભાગોમાં તેમની ડીગ્રી માન્ય ગણવામાં આવે છે. પરંતુ શહેરી વિકાસ, પંચાયત વિભાગ અને આરોગ્ય વિભાગ એમ કુલ ત્રણ વિભાગોના જે નીતિનિયમ છે તે મુજબ આ ત્રણે વિભાગોમાં ફેરફાર કરવાનું રહી ગયું છે. તે માટે આ વિદ્યાર્થીઓની ડીગ્રી તે વિભાગમાં અમાન્ય ગણવામાં આવી રહ્યું છે. તેની અંદર પણ રાજ્ય સરકારના મંત્રીઓ પોતાના અધિકારીઓને બોલાવી તે વિભાગના નીતિનિયમ ફેરફાર કરવા બાબતની પ્રક્રિયાઓ શરૂ કરી છે.

આ પણ વાંચો University Controversy: વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં, આ વખતે વિદ્યાર્થીઓ નહીં પણ કારણ બીજું છે

આ ત્રણે વિભાગને લઈને રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી : વધુમાં જણાવ્યું કે, યુનિવર્સિટીની સિન્ડિકેટ મિટિંગમાં પણ આ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. તે ઉપરાંત એક એક સભ્યોની રજૂઆતને આધારે અને યુનિવર્સિટી દ્વારા પણ રાજ્ય સરકારને આ મામલે ચર્ચાઓ કરી છે કે, આ ત્રણે વિભાગનું સંકલન વહેલી તકે કરવામાં આવે અને જે નીતિનિયમ બનાવવામાં આવ્યા છે તેમાં ફેરફાર કરવામાં આવે. જેથી વિદ્યાર્થીઓને તેમના ડિગ્રી પ્રમાણે તેમને સરકારી નોકરી મળી રહે તથા એ સિવાયના વિભાગોમાં આ વિદ્યાર્થીઓ નોકરી કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.