સુરત : શહેરમાં ગઈકાલે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે ગઈકાલે સુરત શહેરમાં બપોરે 2 વાગ્યાથી વાતાવરણમાં પલટો આવ્યો અને સમગ્ર શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરમાં અંધારપટ વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડાકા વચ્ચે જાણે ચોમાસુ હોય તેવો માહોલ ભર ઉનાળે જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Gujarat Weather Update : રાજ્યમાં 5 દિવસ સૂકું વાતાવરણની સાથે ગરમી વધવાની આગાહી
શહેરમાં કાળઝાળ ગરમીનો બફાટ : મહત્વનું છે કે, હાલ રાજ્યમાં ઉનાળો ધમધમી રહ્યો છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી શહેરનું તાપમાન 38થી 40 ડિગ્રી સુધી જતું રહ્યું હતું. જેના કારણે લોકો કાળઝાળ ગરમીના કારણે ખુબ જ બફાટ અનુભવી રહ્યા હતા. પરંતુ અચાનક જ શહેરના વાતાવરણમાં પલટો આવતા સમગ્ર શહેરમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. સમગ્ર સુરત શહેરમાં ફોરેનની સિસ્ટમ સક્રિય થઈ હોય તેવું લાગી હતું. ત્યારે અચાનક વરસાદ આવતા બેવડી ઋતુનો અનુભવ થયો તેમજ નોકરી ધંધે જતા લોકો ભીંજાયા હતા.
આ પણ વાંચો : Surat News: ઝાડ નીચે ઉભેલા વ્યક્તિઓ પર વીજળી ત્રાટકી, એકનું મોત
ખેડૂતોમાં ચિંતાનું મોજું : વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી તો છે જ પરંતુ ભર ઉનાળે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અગાઉ પણ માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા, ત્યારે ફરી આજે ભરઉનાળે કમોસમી વરસાદ વરસતા કેરીના ફળને નુકશાન થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આ પહેલા પણ કમોસમી વરસાદને કારણે કેરીના ફળને નુકસાન થયું હતું. જેના આસારે કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી પાછો વરસાદ વરસતા લોકોને ફીવર, તાવ, શરદી, ખાંસી થઈ શકે છે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જોકે આ પહેલા જ્યારે વરસાદ વરસ્યો હતો તેના કારણે શહેરમાં અચાનક જ શરદી ખાંસી અને વાયરસના કેસમાં વધારો થયો હતો.