ETV Bharat / state

Unseasonal Rain : સુરત સહિત અનેક વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી, કેરીના મોરને લઈને ચિંતા

સુરત સહિત અનેક વિસ્તારમાં મેઘરાજાએ આગમન કર્યું હતું. પરતું આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાઓ વધી છે. આ ઉપરાંત કમોસમી વરસાદના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ ભારે અસર પડે તેવી ચિંતા જોવા મળી રહી છે.

Unseasonal Rain : કડાકાભડાકા સાથે મેધરાજાએ એન્ટ્રી કરતા ખેડૂતોથી લઈને લોકોના સ્વાસ્થ્ય પર અસર

author img

By

Published : Mar 14, 2023, 12:07 PM IST

Updated : Mar 14, 2023, 3:17 PM IST

સુરત સહિત એનક વિસ્તારમાં મેધરાજાએ કરી એન્ટ્રી

સુરત : દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ પેહલા માવઠાની આગાહી કરવામાં આવી હતી. તેવી જ રીતે ગતરોજ સુરતમાં દિવસ ભર તાપમાનમાં આંશિક વધારો નોંધાયો હતો. આખો દિવસ લોકોએ ભારે બફાટનો અનુભવ કર્યો હતો. જોકે ત્યારબાદ સાંજ પડતાની સાથે જ વાતાવરણમાં અચાનક પલટો આવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. જોકે વરસાદ વરસતા વાતાવરણમાં સારી ઠંડક પણ પ્રસરી હતી. લોકોને ગરમીથી રાહત પણ મળી છે. પરંતુ આ કમોસમી વરસાદને લીધે ખેડૂતોની ચિંતા વધારી છે.

કમોસમી વરસાદને રોગોના વધારો થવાની શક્યતા : હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરતું આ કમોસમી વરસાદને કારણે ડબલ સિઝન ચાલી રહી હોય ત્યારે રોગોના પ્રમાણમાં પણ વધારો થઈ શકે તેવી શક્યતાઓ હોય છે. શરદી, તાવ, ઉધરસના દર્દીઓની સંખ્યા વધી છે. ત્યાં ફરી ગરમી અને માવઠાની આગાહીથી ઋતુજન્ય રોગના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Unseasonal Rain: સંઘપ્રદેશમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસ્યો વરસાદ

6 માર્ચના રોજ આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી : જોકે આ પહેલા 6 માર્ચના રોજ પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. હાલ આવા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા પણ વધારી છે. કારણ કે, આંબા ઉપર કેરીનો મોર આવ્યો હોય તેવા સમયે પવન સાથે વરસાદ પડે જેને કારણે મોર ખડી પડવાની શક્યતાઓ ખરી રહેતી હોય છે.

આ પણ વાંચો : માવઠું બીજા દિવસે પવન ગાજવીજ સાથે ત્રાટક્યું: વૃક્ષના બે ભાગ થયા તો હોર્ડિંગ નીચે પટકાયા

ડબલ ઋતુના કારણે સ્વાસ્થ્ય પર અસર : બે દિવસ પહેલા જ ફરી પાછી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, તારીખ 13 અને 14 માર્ચના રોજ હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે સમગ્ર રાજ્યમાં પડી શકે છે. જેમાં સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમન્ન, દાદરા નગર હવેલી, અમરેલી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સમયે પવનની ગતિ 30થી 40 કિમીની રહેશે. આવી ડબલ ઋતુના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

Last Updated : Mar 14, 2023, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.