સુરત : શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઓવર સ્પીડ વાહનો અને ખાસ કરીને ધૂમ સ્ટાઇલમાં ચલાવતા લોકોના કારણે સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે, ત્યારે હવે આવા લોકોને સુરત ટ્રાફિક પોલીસ ગણતરીની સેકન્ડોમાં જ ઝડપી પાડશે. કારણ કે, સુરતમાં ઓવર સ્પીડ જતા વાહનો પર બાજનજર રાખવા માટે સ્પીડ વાય્લેન્સ ડિટેક્શન કેમેરા લગાડવામાં આવશે. એટલું જ નહીં 118 જંકશન પર અત્યાધુનિક ટ્રાફિક સિગ્નલ લાગશે જે ઓટોમેટિક રહેશે.
55 જેટલા અત્યાધુનિક કેમેરા : શહેરમાં ઓવર સ્પીડ વાહનોના કારણે અકસ્માતની ઘટના સર્જાતી હોય છે. તેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વન નેશન, વન ચલણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેનો કડકાઇથી અમલ કરવા માટે શહેરમાં 55 જેટલા અત્યાધુનિક કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં સુરત ટ્રાફિક પોલીસ અને સુરત મહાનગરપાલિકાએ સંકલન કરી શહેરના 118 જેટલા એવા પોઇન્ટ નિશ્ચિત કર્યા છે. જ્યાં ઓટોમેટીક સિગ્નલ લગાવવામાં આવશે.
118 જંકશનનું સિલેક્શન : DCP અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કોર્પોરેશન સાથે સંકલનમાં રહી હાલમાં કયા સિટીના કયા જંકશન પર ટ્રાફિક સિગ્નલની જરૂરિયાત છે. તે આધારિત એનાલીસીસ કરવામાં આવેલું છે. જે પોઇન્ટ પર ટ્રાફિક વધારે રહેતું હોય તેમજ ટ્રાફિક ડિસિપ્લિન રોડ પર ટ્રાફિક સિગ્નલોના અનુકરણથી જોઈ શકાય એ માટે 118 જંકશનનું સિલેક્શન કોર્પોરેશન સાથે રહી સુરત શહેર ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Surat Traffic Challan: ઈ ચલણ મોકલવામાં સુરત અવ્વલ, વન નેશન વન ચલણનો કડક અમલ
ઓટોમેટીક ટ્રાફિક સિગ્નલ : સાથે તેઓએ જણાવ્યું હતું કે, આ તમામ કેમેરાઓના માધ્યમથી સિગ્નલ મુજબ ટ્રાફિક નિયમન ફોલો કરે આ બાબતે તકેદારી રાખવામાં આવી રહી છે. આ જે 118 સિગ્નલો છે તે ઓટોમેટીક ટ્રાફિક સિગ્નલ તરીકે ટૂંક જ સમયમાં શહેરમાં જોવા મળશે. સાથે સાથે શહેરમાં જે 158 સિગ્નલો છે. તે પણ ઓટોમેટીક સિગ્નલમાં કન્વર્ટ થઈ શકે. એ પ્રમાણે કોર્પોરેશન સાથે સંકલનમાં રહીને એક કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Traffic Rules : ટ્રાફિક નિયમો તોડનારાઓની હવે ખેર નહીં, વન નેશન-વન ચલણ શરૂ
15 જેટલા સ્પીડ વાયોલેશન ડિટેકશન કેમેરા : સાથે ગુજરાત સરકારના વન નેશન વન ચલણનું અમલીકરણ સુંદર રીતે કરી શકાય અને લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે એ માટે સિટીમાં 12 આરએવીડી કેમેરા, 15 જેટલા સ્પીડ વાયોલેશન ડિટેકશન કેમેરા, એએનપીઆર 14 કેમેરા, 24 પીટીએસ/પીટીઝેડ કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. જેના માધ્યમથી જે લોકો ટ્રાફિકના નિયમનું ભંગ કરે છે અને જ્યાં માર્ગ અકસ્માતોની વધારે સંખ્યા છે, ત્યાં અકસ્માતને ઘટાડવા માટે સ્પીડ વાયોલેશન કેમેરા લગાડવામાં આવશે.