ETV Bharat / state

થાઈલેન્ડના જમરૂખની સફળ ખેતીથી ખેડૂતે કરી મોટી કમાણી, મધ જેવું મીઠુંફળ - Farming in Surat

સુરતના ગીઝરમ ગામના ખેડૂતે થાઈલેન્ડના 1 કેજી જમરૂખની (Surat Thailand Guava Cultivation) સફળ ખેતી કરી આજે સારી આવક મેળવી રહ્યા છે. મહત્વની એ વાત છે કે, સામાન્ય જમરૂખ કરતા આ જમરૂખનું વજન અને સાઈઝ ખૂબ મોટી છે. ત્યારે શું છે સમગ્ર વાત જાણો વિગતવાર. (Thailand Guava Cultivation in Gijram Village)

મધ જેવા મીઠા, ઓછો ખર્ચમાં વધુ નફા સાથે થાઈલેન્ડના જમરૂખની સફળ ખેતી

author img

By

Published : Dec 31, 2022, 3:48 PM IST

ઓછો ખર્ચમાં વધુ નફા સાથે થાઈલેન્ડના જમરૂખની સફળ ખેતી

સુરત : આમ તો દક્ષિણ ગુજરાતમાં મોટે ભાગે ખેડૂતો શેરડી અને ડાંગરના (Surat Thailand Guava Cultivation) પાકની ખેતી કરે છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતો કંઈક અલગ પ્રકારની અને અનોખી ખેતી કરવા પાછળ વળ્યાં છે. શેરડી, ડાંગર જેવા પાકની ખેતી તો સૌ ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે સુરતના માંગરોળ તાલુકાના ગીઝરમ ગામના ખેડૂતે કંઈક અલગ જ કરવાની નેમ સાથે પોતાના 22 વીઘાના ખેતરમાં થાઈલેન્ડના 1kg ના નામથી ઓળખાતા જમરૂખની ખેતી કરી છે. ખેડૂત રણધીરસિંહ આડમારે પોતાના ખેતરમાં 7 હજાર જેટલા થાઈલેન્ડના જમરૂખના છોડ વાવ્યા છે, ત્યારે ગીઝરમ ગામના ખેડૂત જમરૂખની ખેતીમાં સારી મહેનત કર્યા બાદ મબલક પાકનું ઉત્પાદન મેળવી રહ્યા છે અને આ ખેતી કરવામાં તેઓ સફળ પણ રહ્યા છે. (Thailand Guava Cultivation in Gijram Village)

જમરૂખનું વેચાણ ખેડૂત રણધીરસિંહ આડમારે થાઈલેન્ડના જમરૂખના પહેલા 600 છોડ લાવીને બનાવ્યા. જે ખેતી તેમને સારી લાગતા 1 વર્ષ બાદ તેમણે નવા 6400 છોડ બનાવ્યા. હાલ તેમણે તેમના 22 વીઘા ખેતરમાં થાઇલેન્ડના 1kg જાતના 7000 જેટલા છોડ વાવ્યા છે અને તમામ છોડ ઉપર જમરૂખનો પાક આવવાનો પણ શરૂ થઈ ગયો છે. જમરૂખની સીઝન શરુ થતા જ દરરોજ 150 જેટલા કેરેટ જમરૂખ ઉતારવામાં આવે છે. આ તમામ જમરૂખ સુરત શહેરમાં મોકલવામાં આવે છે. શહેરમાં 35 જેટલી લારીઓ મુકવામાં આવી છે, ત્યારે આ લારીઓ પર આ જમરૂખનું વેચાણ કરી ખેડૂત સારી કમાણી કરી રહ્યા છે. (Cultivation of Guava)

જમરૂખની સાઈઝ મોટી સામાન્ય જમરૂખ કરતા આ જમરૂખનું વજન અને સાઈઝ પણ ખૂબ મોટી છે. આમ તો રેગ્યુલર જમરૂખનું વજન 50થી 100 ગ્રામ જેટલું હોય છે, ત્યારે થાઇલેન્ડના આ જમરૂખનું વજન 800થી 1KG જેટલું હોય છે, સામાન્ય જમરૂખનો ભાવ 20 રૂપિયા કિલો હોય છે, ત્યારે આ થાઈલેન્ડના જમરૂખનો બજારમાં ભાવ 80થી 100 રૂપિયા કિલો છે. આ જમરૂખનો પાક મેં થી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે, જ્યારે સપ્ટેમ્બર પછી ફળ આવવાનું શરૂ થાય છે. મેં મહિના સુધી જમરૂખનું ઉત્પાદન લઈ શકાય છે. (Guava plants)

આ પણ વાંચો લાલ ચટક ગાજરની મીઠાસ સામે ભાવ ફિક્કો લાગતા ખેડૂતોનું સ્મિત ખોવાયું

ખેતીમાં ઓછો ખર્ચ વધુ નફો શેરડી અને થાઈલેન્ડ જમરૂખની ખેતીમાં ફર્ક એટલો છે કે, શેરડીની ખેતી 18 મહિનાની હોય છે, ત્યારે જમરૂખની ખેતીમાં 12 મહિનામાં જ ઉત્પાદન મળી જાય છે. જમરૂખની ખેતીમાં મહેનતની ખૂબ જરૂર પડે છે. આ ખેતીમાં દરરોજ 20થી 25 જેટલા મજૂરોની જરૂર પડે છે. આ ખેતી પાછળ થતાં ખર્ચની વાત કરવામાં આવે તો જમરૂખની ખેતીમાં પર છોડે 25-30 રૂપિયાનો ખર્ચ થાય છે. જમરૂખની આ ખેતી ઓછા ખર્ચે વધુ નફો આપતી ખેતી છે. (Thailand 1kg Guava Cultivation)

આ પણ વાંચો લીલા લસણનું ગામ ટીસકરી, જ્યાં મહિલાઓ પાર્ટ ટાઇમ ખેતી કરી આજીવિકા મેળવે છે

ખેડૂતે અત્યાર સુધીમાં 50 જમરૂખનું ઉત્પાદન કર્યું ગીઝરમ ગામના યુવા ખેડૂત રણધીરસિંહ આડમાર ભારે ઉત્સાહ સાથે થાઈલેન્ડના જમરૂખની ખેતી કરી રહ્યા છે. તેઓ ખેતીમાં મબલક પાકનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે, અત્યાર સુધીમાં તેમણે 50 ટન જેટલા જમરૂખના પાકનું ઉત્પાદન કર્યું છે. તેમના મતે આ થાઇલેન્ડના જમરૂખનાની ખેતી સૌથી શ્રેષ્ઠ ખેતી સાબિત થઈ છે, ત્યારે તેઓ અન્ય ખેડૂતોને પણ આ ખેતી તરફ વળવા પ્રોત્સાહન આપી રહ્યા છે. (Farming in Surat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.