ETV Bharat / state

સુરતના વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિકોને ચોંકાવી દે તેવું રોવર 'અગત્સ્ય' તૈયાર કર્યુ, માત્ર દોઢ લાખના ખર્ચે તૈયાર થયું છે પ્રોટોટાઈપ મોડલ

ગ્રહો પર કામ કરતા રોવર માત્ર વૈજ્ઞાનિકો જ બનાવી શકે અને તેના માટે મોટા ફંડિંગની જરુર છે આ હકીકતને સુરતના વિદ્યાર્થીઓએ ખોટી ઠેરવી છે. આ વિદ્યાર્થીઓએ દરેક કામમાં પરફેક્ટ એવું રોવર 'અગત્સ્ય'નું પ્રોટોટાઈપ મોડલ માત્ર દોઢના લાખના ખર્ચે તૈયાર કર્યુ છે. વાંચો આ રોવર 'અગત્સ્ય' વિશે વિગતવાર. Surat SVNIT Students Rover 1.5 Lakh

સુરતના વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિકોને ચોંકાવી દે તેવું રોવર 'અગત્સ્ય' તૈયાર કર્યુ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2023, 2:46 PM IST

માત્ર દોઢ લાખના ખર્ચે તૈયાર થયું છે પ્રોટોટાઈપ મોડલ

સુરતઃ શહેરની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ એક રોવરનું પ્રોટોટાઈપ મોડલ બનાવ્યું છે. આ રોવર મોડલ ગ્રહોની સપાટી પર વૈજ્ઞાનિકોને સંશોધનનમાં મદદરુપ થઈ શકે તેવી કામગીરી પરફેક્ટ રીતે કરે છે. માત્ર દોઢ લાખના ખર્ચે તૈયાર થયેલ આ રોવર મોડલ 'અગત્સ્ય'માં છે દરેક પ્રકારની આવશ્યક ટેકનોલોજી. આ 'અગત્સ્ય'રોવર મોડલને ઈન્ટરનેશનલ રોવર ચેલેન્જ ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડના સિલેક્શનમાં સફળતા મળી છે. હવે આ 'અગત્સ્ય' કોઈમ્બતૂરમાં બીજા રાઉન્ડની સ્પર્ધામાં ઉતરશે. જેમાં બાંગ્લાદેશ, પોલેન્ડ જેવા દેશોના રોવર પણ ભાગ લેશે.

25 વિદ્યાર્થીઓની મહેનતઃ સુરતની SVNITના કુલ 25 વિદ્યાર્થીઓએ સતત 4 મહિના મહેનત કરીને આ 'અગત્સ્ય' રોવર તૈયાર કર્યુ છે. આ રોવરના નિર્માણમાં ઈલેક્ટ્રોનિકલ, મીકેનિકલ, સીઈ અને કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ રોવર કુલ 1.5 લાખના ખર્ચે તૈયાર થયું છે. ગ્રહોની સપાટી પર થતી કામગીરી સફળતાથી કરી શકતા આ 'અગત્સ્ય' રોવરને ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં સ્થાન મળતા વિદ્યાર્થીઓની મહેનત સફળ થઈ છે.

ઉપયોગમાં લેવાયેલ ટેકનોલોજીઃ 'અગત્સ્ય' રોવરમાં અત્યારની અનેક આધુનિક ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મોબાઈલ લેબોરેટરી, મેન્યુપ્લેટર, જીપીએસ મોડ્યૂઅલ્સ, સ્કેન મોડ્યૂઅલ્સ કલેશન સીસ્ટમ, લાઈડર ટેકનોલોજી જેવી અત્યંત હાઈફાઈ અને હાઈટેક ટેકનોલોજીનો સમાવેશ થાય છે.

'અગત્સ્ય' ની કામગીરીઃ 'અગત્સ્ય' બાકીના રોવરની જેમ દરેક પ્રકારની કામગીરી કરવા સક્ષમ છે જેમકે ગ્રહોની સપાટી પર ચાલવું, સેમ્પલ એકત્ર કરવા, ડેટા ટ્રાન્સમિટ કરવો વગેરે વગેરે. આ ઉપરાંત 'અગત્સ્ય' ખાસ એટલા માટે છે કે તે બાકીના રોવર કરતા પણ વધુ કામગીરી સરળતાથી પાર પાડી શકે છે. જેમકે 'અગત્સ્ય' માં એક મોબાઈલ લેબોરેટરી છે. જેમાં સ્કેન મોડ્યૂઅલ્સ સીસ્ટમ લગાડેલ છે. જે ગ્રહની સપાટી પરથી કલેક્ટ કરેલા સેમ્પલનું સોઈલ ટેસ્ટિંગ કરી શકે છે. આ ટેસ્ટિંગમાં સેમ્પલમાં રહેલા નાઈટ્રોજન, કાર્બન ડાયોક્સાઈડ, મિથેન વગેરેની હાજરી જાણી શકાય છે. જો સેમ્પલમાં કાર્બન અને મિથેનોલ મળી આવે તો ગ્રહ પર જીવન હોવાની શક્યતા રહેલી છે. આ રોવરમાં લાગેલ જીપીએસ મોડ્યૂઅલ્સને લીધે રોવર ઓટોનોમસ ટ્રાવેલ પણ કરી શકે છે. તે જીપીએસ રોવરને ડેટા કલેકશનમાં પણ મદદરુપ છે. આ ડેટાને રોવર અલગોરિધમના માધ્યમથી મેચ કરી શકે છે. તે લાઈડર ટેકનોલોજી પણ ડેટા કલેક્ટ કરીને પોતાના પાથનો એક મેપ તૈયાર કરતો જાય છે. આ સમગ્ર ડેટા બેઝ સ્ટેશનને મળતો રહે છે. બેઝ સ્ટેશન એન્ટિનાના માધ્યમથી રોવર સાથે કોમ્યુનિકેટ કરી શકે છે. આ ઉપરાંત આ રોવરની સૌથી મહત્વની ટેકનોલોજી છે મેન્યુપ્લેટર. આ ટેકનોલોજીને પરિણામે રોવરને કોઈ ઈન્ટરફેસની જરુર પડતી નથી. તે સરળતાથી સ્વિચ ઓન ઓફ, ખામી યુક્ત પાર્ટની અદલાબદલી કરી શકે છે. આ મેન્યુપ્લેટર લાઈડર ટેકનોલોજી આધારિત કામ કરે છે. 'અગત્સ્ય' રોવર 4થી 5 કિલો વજન ઉચકી શકે છે.

હું SVNITમાં ઈલેક્ટ્રિક સ્ટ્રીમના થર્ડ યરમાં અભ્યાસ કરુ છું. અમે 25 વિદ્યાર્થીઓ સાથે મળીને આ 'અગત્સ્ય' રોવરનું પ્રોટો ટાઈપ મોડલ તૈયાર કર્યુ છે. જે માત્ર દોઢ લાખના ખર્ચે બન્યું છે આ ફંડિંગ ઈન્સ્ટિટ્યૂટ તરફથી કરવામાં આવ્યું છે. આ રોવર અદ્યતન ટેકનોલોજીથી લેસ છે. અમે તેને કોઈમ્બતૂરમાં યોજનારા ઈન્ટરનેશનલ રોવર ચેલેન્જ કોમ્પિટિશનમાં ઉતારીશું. આ રોવરમાં એક મોબાઈલ લેબોરેટરી અને મેન્યુપ્લેટર પણ છે...અમન કપૂરિયા(વિદ્યાર્થી, SVNIT, સુરત)

  1. Security Gadget: બાળ વૈજ્ઞાનિકોની કમાલ, શાળાના વિદ્યાર્થીઓએ બનાવ્યું આધુનિક સિક્યુરિટી ગેજેટ, જાણો કેવી રીતે કામ કરે છે ?
  2. Ahmedabad News : પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ બનાવ્યું બ્રિક મેકિંગ મશીન, ઘરના તાપમાનમાં ઘટાડો કરશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.