ETV Bharat / state

Surat Crime News: પલસાણામાં ઘરમાલીકની કરપીણ હત્યા કરી 2.50 લાખનો મુદ્દામાલ લઈ ચોરો ફરાર, પોલીસે ગોઠવી નાકાબંધી - ટેકનિકલ સર્વેલન્સ

સુરતમાં સામી દિવાળીએ ઘરફોડ ચોરી કરતા લુટારાઓ સક્રીય બન્યા છે. પલસાણામાં ઘરમાં ઘુસીને ચોરો ન તો માત્ર ચોરી કરી પણ એક હત્યા કરી દીધી હતી. સુરત ગ્રામ્ય પોલીસે આ કેસની તપાસે હાથ ધરી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ

પલસાણામાં ઘરમાલીકની કરપીણ હત્યા કરી 2.50 લાખનો મુદ્દામાલ લઈ ચોરો ફરાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2023, 3:52 PM IST

પલસાણામાં ઘરમાલીકની કરપીણ હત્યા કરી 2.50 લાખનો મુદ્દામાલ લઈ ચોરો ફરાર, પોલીસે ગોઠવી નાકાબંધી

પલસાણાઃ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે સામી દિવાળીએ લૂંટારુઓએ તરખાટ મચાવ્યો છે. શિવાલિક બંગ્લોઝમાં ચોરો એ એક ઘરને નિશાન બનાવ્યું હતું. ચોરોએ ચોરી પણ કરી અને ઘરમાલિકની કરપીણ હત્યા કરી દીધી હતી. સુરત ગ્રામ્ય પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પોલીસે ગોઠવી નાકાબંધી
પોલીસે ગોઠવી નાકાબંધી

સમગ્ર ઘટનાક્રમઃ પલસાણાના એના ગામે શિવાલિક બંગ્લોઝ સોસાયટીમાં ચોરો રાત્રે 3 કલાકે ત્રાટક્યા હતા. અહીં રહેતા રાકેશ ઈશ્વરભાઈ નાયક જે એના કેળવણી મંડળ સંચાલિત શાળામાં ક્લાર્કની નોકરી કરતા હતા. તેમના પરિવારમાં માતા, પત્ની, પુત્ર અને પુત્રી છે. તેમના ઘરેથી ચોરોએ કુલ 2.50 લાખની ચોરી કરી હતી. તેમજ આ ઘરમાલીક ક્લાર્કની કરપીણ હત્યા કરી દીધી હતી. ચોરોએ પહેલા રાકેશભાઈ અને તેમની પત્ની પાસેથી ઘરેણા તેમજ રોકડ રકમની માંગણી કરી હતી. રાકેશભાઈએ ચોરોના કહેવા અનુસાર સોનાની રુદ્રાક્ષની માળા, સોનાની લકી, બે સોનાની વીંટી આપવાની તૈયારી દર્શાવી હોવા છતાં ચોરોએ રાકેશભાઈનું ગળુ અને નાક દબાવીને હત્યા કરી દીધી હતી. ચોરો લેપટોપ પણ લઈ ગયા છે. આમ કુલ 2.50 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી.

પોલીસ કાર્યવાહીઃ આ ઘટનાના સમાચાર મળતા જ પલસાણા પોલીસ, સુરત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળની બારીક તપાસ હાથ ધરી છે. ટેકનિકલ સર્વેલન્સ અને ડોગ સ્ક્વોડની મદદ પોલીસ લઈ રહી છે. પોલીસે પલસાણામાં નાકાબંધી કરી દીધી છે તેમજ બનતી ઝડપે આ કેસ ઉકેલવા પ્રયાસો કરી રહી છે.

મોડી રાત્રે લગભગ 3 કલાકે ચોરો રાકેશભાઈના ઘરમાં ઘુસી ગયા હતા. તેમણે 2.50 લાખની લુટ કરી અને ઘરમાલીકની હત્યા કરી દીધી હતી. પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને ડોગ સ્કવોડની મદદ લઈ રહી છે. નાકાબંધી પણ ગોઠવવામાં આવી છે...હિતેશ જોયસર(જિલ્લા પોલીસ વડા, સુરત)

  1. Surat Crime News: LIC એજન્ટને હનિટ્રેપમાં ફસાવનાર માસ્ટર માઈન્ડની પોલીસે ધરપકડ કરી
  2. Surat Crime News: પ્રેમિકાએ લગ્ન કરવા માટે દબાણ કરતા ગળું કાપી નાખ્યું, 21 વર્ષ બાદ ઓરિસ્સાથી આરોપીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.