સુરત : ફિઝિયોથેરાપીના કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જોકે સમય પર પોલીસ પહોંચી જતા તેનો જીવ બચી ગયો છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ ગઈકાલે રાત્રે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જોકે આ ઘટનાની જાણ થતા જ ખટોદરા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીનીના રૂમની બહાર પોલીસે તેણીને દરવાજો ખોલવા માટે આગ્રહ કર્યો હતો, પરંતુ તેઓ દરવાજો નહીં ખોલતા પોલીસે તેને સમજાવી હતી અને ત્યારબાદ તેણીએ દરવાજા ખોલ્યો હતો.
આ ઘટના ગઈકાલે રાતે પોણા એક વાગ્યાની આસપાસની છે. અમે પેટ્રોલિંગમાં હતા અને ત્યારે જ અમને કંટ્રોલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે, એક વિદ્યાર્થીની જેઓ નવી સિવિલ હોસ્પિટલના ગર્લ્સ હોસ્ટેલમાં આત્મહત્યાનો પ્રયાસ કરી રહી છે. જેથી અમે તાત્કાલિક ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચી ગયા હતા અને તેની સાથે જ અમે પોલીસની સી ટીમને પણ જાણ કરી દીધી હતી. જેથી સી ટીમ પણ આવી પહોચી હતી, ત્યારબાદ અમે વિદ્યાર્થીના રૂમની બહાર જઈ તેને બૂમો પાડી હતી અને કહ્યું કે, તમે આવું ન કરો કોઈ તકલીફ હોય તો અમને કહો તમે જે કરો છો તે યોગ્ય નથી. એમ કરીને સી ટીમની મહિલા પોલીસે પણ તેને લગભગ પોણા કલાક સુધી સમજાવી હતી. - આર.કે. દુલીયા (ઇન્સ્પેક્ટર, ખટોદરા પોલીસ સ્ટેશન)
વોટ્સએપ સ્ટેટસ : વધુમાં જણાવ્યું કે, અંતે વિદ્યાર્થીનીએ દરવાજો ખોલ્યો હતો અને અમને જણાવ્યું કે, મારું પરીક્ષાનું પેપર ખૂબ જ ખરાબ ગયું છે. તેને કારણે તે ડિપ્રેસનમાં આવી ગઈ હતી. જોકે તેઓ રૂમમાં પંખા સાથે વાયર બંધી અને બેડ પર ખુરશી મૂકીને આત્મહત્યા કરવા જતી હતી. આ ઘટના થતા જ અન્ય રૂમના મિત્રો આવી ગયા હતા. તેને સમજવા ત્યારબાદ તેમના માતા-પિતાને જાણ કરવામાં આવી હતી. પોલીસ કંટ્રોલ રૂમને દેહરાદૂનમાં રહેતા વિદ્યાર્થીનીનો મિત્ર જે વોટ્સએપ સ્ટેટસ જોઈને કોલ કર્યો તો, પરંતુ તેણે કોલ રીસીવ કર્યો ન હતો. જેથી તે મિત્રએ તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. જેથી આ મામલો સામે આવ્યો અને વિદ્યાર્થીને બચાવી લેવાયો.
- Deesa News : બાળકો અને માતાને ઝેરી પ્રવાહી આપી પિતાએ આત્મહત્યા કરવાની કરી કોશિશ
- Ahmedabad News : પત્ની સાથે ઝઘડો થતા બ્રિજ પર આત્મહત્યા કરવા પહોંચ્યો યુવક, ફાયરે આ રીતે બચાવ્યો જીવ
- Ahmedabad Crime : પતિએ પત્નીને નોકરી કરાવવા 3 માસની દીકરીને હરિયાણા મૂકી, એટલી હદે ત્રાસ આપ્યો કે પત્નીએ કરી લીધી આત્મહત્યા