સુરત: મહાનગરપાલિકાના સરદાર ખંડમાં પાલિકાની માસિક સામાન્ય સભા મળી હતી. જેમાં વિકાસ કાર્યોને લઈ ઝીરો આવર્સમાં ચર્ચા શરૂ થાય. તે પહેલા વિરોધ પક્ષ દ્વારા મેયરના ડાયસના વિરુદ્ધ દિશામાં ખુરશી રાખીને, પીઠ દેખાડીને વિરોધ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેઓએ સુરતના મેયર ધૃતરાષ્ટ્ર છે. એમ કહી મેયર વિરુદ્ધ નારેબાજી પણ કરી હતી. આ સાથે હાથમાં ધૃતરાષ્ટ્ર લખેલું પ્લેકાર્ડ પણ વિપક્ષ દ્વારા દર્શાવવામાં આવ્યા હતા.
સામાન્ય સભા: સભાની ગરિમા જાળવવા સૂચનામેયર વિરુદ્ધ આવા વિરોધી વર્તનના કારણે સામાન્ય સભાના શરૂઆતમાં જ હોબાળો શરૂ થઈ ગયો હતો. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવેલા વિરોધના કારણે ભાજપના કોર્પોરેટરો પણ ઉશ્કેરાઈ ગયા હતા. વિપક્ષ સામેના નારેબાજી કરવા લાગ્યા હતા. આ વચ્ચે મેયર હેમાલી બોઘાવાલાએ વિપક્ષને સભાની ગરિમા જાળવવા સૂચના આપી હતી. એટલું જ નહીં તેમને સીધા બેસવા માટે પણ સૂચન કર્યું હતું. છતાં વિપક્ષે સતત સૂત્રોચાર કરતા મેયર દ્વારા તેમને બોર્ડમાંથી સસ્પેન્ડ કરવાનો હુકુમ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના માર્શલેઓ તમામ વિપક્ષના કોર્પોરેટરોને સભાખંડ માંથી બહાર કાઢ્યા હતા.
આ પણ વાંચો Surat Murder case: મજૂરી કરી પરિવારને પૈસા મોકલવા ગયો હતો, થયો મોતનો ભેટો
ત્રણ સવાલ: વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, સામાન્ય સભા હતી. આ સામાન્ય સભામાં અમારા સભ્યો જ્યારે બોલતા હતા.એ દરમિયાન મેયર જવાબ આપી શકતા ન હતા. જ્યારે પૂરક પ્રશ્નો પૂછવાના હતા. દરેક સવાલ પછી પૂરક સવાલ પૂછી શકાય આવો સામાન્ય સભાનો નિયમ છે. પરંતુ જ્યારે બે સવાલ પૂછાયા બાદ મેયરને લાગ્યું, કદાચ ત્રીજો સવાલ આ લોકો અધરો પૂછી લેશે. એટલે તેઓએ આ રફેદફે કરીને ત્રણ સવાલ થઈ ગયા છે. એમ કહ્યું અને હકીકતમાં આવું થયું ન હતું. એના વિરોધમાં અમે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે તમામને બોર્ડમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.