સુરત : બારડોલી તાલુકાનાં રામપરા ગામના સરપંચે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગામના વિકાસના કામમાં તલાટી અને કોન્ટ્રાકટરે પટેલ ફળિયામાં સીસી રોડ બાબતે વધારાના બિલ બનાવી તે બાબતની એનઓસી અને પ્રમાણપત્ર પર સહી કરાવી દેતાં સતત તણાવમાં રહેતા હતા. આ કારણે જ સરપંચે આત્મહત્યા કરી હોવાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે.
એક વર્ષ પહેલાં સરપંચ તરીકે ચૂંટાયા હતા : રામપરા ગામના જૂનું હળપતિવાસ ફળિયામાં રહેતા વિજય બાબુભાઈ રાઠોડ (ઉ.વર્ષ 34) છેલ્લા એક વર્ષથી ગામના સરપંચ તરીકે ચૂંટાયા હતા. તેઓ તેમની પત્ની હિમાક્ષી, પુત્રી, પિતા અને માતા સાથે પરિવારમાં રહેતા હતા. રવિવારના રાત્રે ભોજન લઈને પરિવાર સાથે સૂઈ ગયા હતા. આ દરમિયાન બીજા દિવસે સોમવારે સવારે 6 વાગ્યે પરિવારના સભ્યો ઉઠતાં વિજય ઘરમાં પતરાંની છતના પાઇપ સાથે મૃતદેહ મળ્યો હતો.
સુસાઈટ નોટ મળી : ઘટનાને લઈને પરિવારજનોની રાડ ફાટી નિકળતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. વિજયને નીચે ઉતારી તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર મામલાની પોલીસને જાણ થતા તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતકના ફોનના નોટપેડમાં સુસાઈટ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું. હું આત્મહત્યા કરું છું. પટેલ ફળિયામાં સીસી રોડ બાબતે અગાઉથી બધુ કામ થયું છે. તેમાં બધી ભવાઇ છે. આ કામ મને નહીં ખબર હતી કે, એક એજન્સીએ કર્યું હતું કે કામ અંદાજે એક કરતાં વધારે થઈ ગયું છે. બીજી એજનસીના બિલ મૂકી પાસ કરાવ્યુ હતું. કામ તો થયું હતું તે ચોક્કસ કહું છું. જો ભાજપના સરપંચ હોત તો મામલો રફેદફે થઈ ગયો હોત એવું પણ સામે આવ્યું હતું છે.
આ પણ વાંચો : Bhavnagar News : ભરચક વિસ્તારમાં યુવાન પટકાયો કે આત્મહત્યા? ત્રીજા માળેથી લોહીના દ્રશ્યો મળ્યા
આત્મહત્યા પાછળનું કારણ : પોલીસે દાખલ કરેલ અકસ્માત મોતની ફરિયાદમાં મૃતકના મોટાભાઈ વિનુ રાઠોડે વિજયની પત્ની હેમાક્ષીબેન અને ગ્રામ પંચાયતના સભ્ય પ્રવીણભાઈ દ્વારા કરવામાં આવેલી વાતોને ટાંકીને જણાવ્યુ હતું કે, ગામના પટેલ ફળિયામાં સીસી રોડની લેતી દેતી બાબતે કોન્ટ્રાકટર સંજય વિજય પર દબાણ કરતાં હતા. સંજયે તલાટી દીપક સાથે મળી સીસી રોડ બાબતે વધારાના બિલ બનાવી તે બાબતેની એનઓસી અને પ્રમાણપત્ર પર વિજયની સહી કરાવી દીધી હતી. જેથી પોતાના પર બધુ આવી પડશે એમ સમજીને વિજય તણાવમાં રહેતો હતો.
આ પણ વાંચો : Youth Drowned in Par river : પારડીની પાર નદીમાં કાર લઈ યુવક પાણીમાં ખાબક્યો, અકસ્માત કે આત્મહત્યા તે રહસ્ય
હાલ અકસ્માત મૃત્યુનો ગુનો નોંધ્યો : આ અંગે બારડોલી PSI ડી.આર.વસાવાએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના અંગે હાલ તો મૃતકના ભાઈના નિવેદનને આધારે કોન્ટ્રાકટર સંજય અને તલાટી દિપકભાઈના નામના ઉલ્લેખ થાય છે. તેને સાથે અકસ્માત મૃત્યુની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.