ETV Bharat / state

સુરત ગ્રામ્ય LCBની ટીમે નાસતો ફરતો આરોપી પકડ્યો - સુરતના સમાચર

ત્રણ મહિના પહેલા નેશનલ હાઇવે 48 પર વલસાડ જિલ્લાના ધરમપુર ચોકડી પાસે એક કારમાં દારૂનો જથ્થો પકડાયાના ગુનામાં સંડોવાયેલ આરોપી નાસતો ફરતો હતો. આ આરોપીને સુરત ગ્રામ્ય LCBની ટીમે બાતમીના આધારે માંગરોળના છમુંછલ ગામના પાટિયા પાસે કીમ તરફ જતા રોડ પરથી પકડી પાડ્યો હતો.

સુરત ગ્રામ્ય LCBની ટીમે નાસતો ફરતો આરોપી પકડ્યો

author img

By

Published : May 12, 2021, 10:31 PM IST

  • વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
  • માંગરોળના છમુછલ પાટિયા પાસેથી ઝડપાયો
  • સુરત ગ્રામ્ય LCBની ટીમને બાતમી મળી હતી

સુરતઃ ગ્રામ્ય LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમના પોલીસ કર્મચારીઓ અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા બાબતે ચોક્ક્સ દિશામાં કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં LCB શાખાના ASI મુકેશ જયદેવભાઈ તથા હે.કો.અનિલ ભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે આજથી ત્રણ મહિના પહેલા નેશનલ હાઇવે 48 ઉપર વલસાડ જિલ્લાના ધરપુર ચોકડી ખાતે એક કારમાં વિદેશી દારૂનો જથ્થો પકડાયેલો હતો તે ગુનામાં દારૂનો જથ્થો મંગાવનાર મહેશ ઉર્ફે કિશોર ભાઈ છમુછલનો રહેવાસી આજરોજ છમુછલ ગામના પાટિયા પાસે કીમ તરફ જતા રોડ પર ઉભો છે તેવી ચોક્કસ બાતમીના આધારે LCBના માણસોએ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા બાતમી હકીકત વાળો શખ્સ ઉભો હતો,પોલીસે તેને દબોચી લીધો હતો.

આ પણ વાંચોઃ પંચમહાલમાંથી હત્યાનો ફરાર આરોપી ઝડપાયો

ગ્રામ્ય LCBની ટીમે વલસાડ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી

પકડાયેલા આરોપી વિરુદ્ધ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન કલમ 65એઇ,98(1),81 મુજબના ગુનામાં પકડાયેલા વિદેશી દારૂ પોતે મંગાવેલ હોવાનું અને જે ગુનામાં નાસતો ફરતો હોવાનું જણાવતા તેના વિરુદ્ધ કાર્યવાહી કરી વલસાડ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ FD અને દૈનિક રોકાણના નામે છેતરપીંડી કરનાર મુખ્ય આરોપી ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.