સુરત: શહેરના વરાછા વિસ્તારમાં આવેલા જય સંતોષીનગર કો.ઓ.હાઉસિંગ સોસાયટીના રહિશો આવેદનપત્ર આપવા વરાછા ઝોન કચેરી પહોંચ્યા હતા. સ્થાનિકોએ આરોપ લગાવ્યા છે કે, તેમની સોસાયટીમાં આવેલા પ્લોટ નંબર 30 થી 40 અને 42 થી 50 ઇન્ડસ્ટ્રીયલ કારખાનું શરૂ કરી દેવામાં આવ્યા છે.
આ તમામ કારખાનાને કારણે સ્થાનિકોને હેરાનગતી થઈ રહી હોવાની ફરિયાદ છે. પરવાનગી વગર આ તમામ કારખાનાં ધમધમી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ બંધ કરવાની માગ કરી છે. વરાછા ઝોનમાં મહિલા અને પુરુષોએ આવેદનપત્ર આપી કેટલાક મકાનોને ગટર લાઇન નહીં આપવા રજૂઆત કરી હતી. જે અંગે પાલિકાને વારંવાર રજૂઆત પણ કરાઈ છે.