ETV Bharat / state

Surat Rape Case: સગીરા સાથે દુષ્કર્મનો મામલો, પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું - Surat Rape

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે થોડા દિવસ પહેલા દસ વર્ષની સગીરા પર દુષ્કર્મ થયું હતું, ઘટનાને લઈને પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રી-કન્ટ્રક્શન કર્યું હતું. સુરતમાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે. ખાસ કરીને બાળકો પર થતા અત્યાચારના કેસ વધી રહ્યા છે.

બોરસરા ગામે સગીરા સાથે દુષ્કર્મ થયાનો મામલો

author img

By

Published : Apr 18, 2023, 1:01 PM IST

બોરસરા ગામે સગીરા સાથે દુષ્કર્મ થયાનો મામલો

સુરત: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે તારીખ 9 એપ્રિલના રોજ દસ વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે દુષ્કર્મ હાજર આરોપીને ઝડપી લીધો હતો. તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીને સાથે રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સમગ્ર ઘટનાનું રી - કન્ટ્રક્શન કર્યું હતું. જેમાં આરોપીએ કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો તેનું વર્ણન કર્યું હતું

આ પણ વાંચો Surat Crime : સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાને લઇ આધેડે પ્રતિકાર કરતા થઇ હત્યા

શું હતી સમગ્ર ઘટના ? સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના બોરસરા ગામની સીમમાં વતનથી માસા સાથે રહેવા આવેલી 10 વર્ષીય સગીરા પર તારીખ 9 એપ્રિલની રાતે નરાધમે હવસભૂખ સંતોષી હતી. આ દરમિયાન એક અજાણ્યો ઇસમ સગીરાને પોતાની સાથે ઉપાડી ખેતરમાં લઇ ગયો હતો. જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકી પર દુષ્કર્મ આચરી અજાણ્યો ઇસમ ફરાર થઇ ગયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસ હરકતમાં આવી હતી. સીગરાને ઉપાડીને લઈને જતો નરાધમ સીસીટીવીમાં કેદ થયો છે.

મુંબઈથી ઝડપાયોઃ આ મામલે કોસંબા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. બીજી તરફ આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી. આ ઘટનામાં પોલીસે મૂળ ઉતર પ્રદેશના વતની આરોપી વિકાસ શ્યામજીત યાદવને મુંબઈના ભિવંડીથી ઝડપી પાડયો છે. ઘટનાને અંજામ આપનાર ઈસમ નજીકમાં આવેલ કંપનીમાં ટ્રક ચાલકની નોકરી કરતો હતો. નરાધમ એ સગીરા સાથે દુષ્કર્મ આચરતા સગીરાની તબિયત લથડી હતી. સગીરાને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.

આ પણ વાંચો Surat News : સુરતમાં સોડા પીતા પીતા અચાનક યુવક જમીન પર ઢળી પડતા થયું મૃત્યુ

શું કહે છે અધિકારીઃ સગીરા હાલ પણ સારવાર હેઠળ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ સગીરાની સ્થિતિ સારી છે, સુરત જિલ્લાના ડીવાયએસપી બી.કે.વનારે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઝડપથી આરોપી પોલીસ પકડમાં આવે તે માટે તજવીજ હાથ ધરી હતી. ચોક્કસ માહિતીના આધારે આરોપીને મહારાષ્ટ્રથી પોલીસે ઝડપી લીધો હતો. આ કેસમાં આગળની તપાસ હજુ ચાલું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.