- "ઘરે રહેશો તો મળશે છપ્પન ભોગ...બહાર નિકળશો તો મળશે જીવલેણ રોગ..."
- "ઘરે રહેશો તો ખાશો લોચો, બહાર નીકળશો તો પડશે લોચો..."
- "ઘરમાં મળશે શરબત ઠંડા..બહાર મળશે કોરોના ડંડા.."
- "ઘરે રહેશો તો મળશે ભજીયા..બહાર નિકળશો તો થશે કજીયા...."
સુરત પોલીસનો આ સંદેશો હાલ સુરતના સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. સુરત પોલીસના સલાબતપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર પનારા દ્વારા સંદેશો તૈયાર કરવામાં આવ્યો છે. દેશભરમાં કોરોના વાયરસ ને લઇ હાહાકાર મચ્યો છે, ત્યારે સુરત પોલીસના સબ ઇન્સ્પેક્ટર દ્વારા એક અનોખી મુહિમ શરૂ કરવામાં આવી છે. જેથી લૉક ડાઉનમાં લોકો ઘરેથી બહાર ન નીકળે અને તેનું ચુસ્તપણે પાલન કરે.. આ માટે જન જાગૃતિ હેઠળ ખાસ ઇમેજ તૈયાર કરવામાં આવી છે જેમાં તમામ સંદેશા લખવામાં આવ્યા છે.
આ અંગે પીએસઆઇ ચંદ્રશેખર પનારા એ જણાવ્યું હતું કે હાલ તો લોક ડાઉનમાં લોકો ઘરે છે અને મોટાભાગે સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા થકી લોકોમાં જાગૃતિ આવે અને લોકો લોકડાઉન નું પાલન કરે આ હેતુથી આ ઇમેજ તૈયાર કરવામાં આવી છે. જે સોશિયલ મીડિયા, ફેસબુક ,વોટ્સ અપ અને અન્ય માધ્યમો થકી વાયરલ થઈ છે. હાલ સુરત પોલીસ દ્વારા લોકોને જનજાગૃતિ આવે આ હેતુથી એક ગીત પણ અમારી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે.
સુરતના PSIએ સુરતી અંદાજમાં લોકોને ઘરે રહેવા કરી અપીલ - ઘરે રહેશો તો મળશે ભજીયા..બહાર નિકળશો તો થશે કજીયા
'ઘરે રહેશો તો ખાસો લોચો, બહાર નીકળશો તો પડશે લોચો..." આ પંક્તિઓ કોઈ કવિ દ્વારા કોરોના વાયરસથી બચવા માટે લખવામાં નથી આવી. લોકોને જાગૃત કરવા માટે આવી પંક્તિઓ સુરત પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચંદ્રશેખરે તૈયાર કરી છે. સુરત પોલીસ થકી લોકોને જાગૃત કરવા માટે આવી પંક્તિઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. એટલું જ નહીં ટૂંક સમયમાં PSI પનારા દ્વારા એક સુંદર ગીત પણ તૈયાર કરવામાં આવશે.જેથી લોકોને લોકડાઉનનો ભંગ ન કરવા માટે સુંદર સંદેશ ગીત થકી આપવામાં આવશે.
સુરતના PSIએ સુરતી અંદાજમાં લોકોને ઘરે રહેવા કરી અપીલ