સુરતઃ દરેક પિતા માટે દીકરી ખૂબ જ વ્હાલી હોય છે. જો કોઈની દીકરી માનસિક અસ્થિર મગજની (mentally challenged Girl) હોય અને તે ખોવાઈ જાય ત્યારે તે પિતાની પરિસ્થિતિ શું થાય તેનું અનુમાન લગાવવું ખૂબ જ મુશ્કેલ છે. આવી જ ઘટના સુરતના રાંદેર વિસ્તારમાં થઈ હતી. જ્યારે સાત વર્ષીય માનસિક અસ્થિર મગજની દિકરી રમતા રમતા ગુમ થઈ ગઈ અને જ્યારે પોલીસે (Surat police Missin girl case) દીકરીને શોધીને પિતાની પાસે લઈ આવી તો પોલીસ મથકમાં માર્મિક દ્રશ્ય સર્જાયા હતા.'ને તું ચાલી જાય તો અમારો જીવ નીકળી જાય છે..' કહી પિતા પોતાની દીકરીને ભેટી પડ્યા હતા.
આ પણ વાંચોઃ ચાઈનીઝ દોરીનું વેચાણ હવે ફેસબુકથી, પોલીસે ગજબના ભેજાબાજને પકડ્યો
અસ્થિર મગજની દીકરીઃ સુરતના રાંદેર વિસ્તારમાંથી (Surat Rander Area Missing Girl) શ્રમજીવી પરિવારની સાત વર્ષીય માનસિક અસ્થિર મગજની દિકરી અચાનક જ રમતા રમતા ગુમ થઈ ગઈ હતી. માતા પિતાએ દરેક જગ્યાએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ બાળકીનો કોઈ પતો ન લાગતા આખરે માતા-પિતાએ આ અંગેની જાણ રાંદેર પોલીસને કરી (Surat Rander police) હતી. માત્ર સાત વર્ષની માનસિક અસ્થિર મગજની બાળકી ગુમ (Missing Girl Case Surat) થઈ જતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે અલગ અલગ ટીમ બનાવીને બાળકીની શોધ કોર્ટ શરૂ કરી હતી.
ગણતરીના કલાકમાં મળીઃ ભારે જેહમદ બાદ આખરે પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકીને શોધી કાઢી હતી. બાળકી મળી જતા પોલીસે બાળકીના માતા-પિતા સાથે તેનું મિલન કરાવ્યું હતું જેના કારણે પોલીસ સ્ટેશનની અંદર ખૂબ જ માર્મિક દ્રશ્યો (Rander police Station Surat) સર્જાયા હતા. પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા દિલીપભાઈ દાસકીયા છૂટક મજૂરી કામ કરે છે. પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની સાત વર્ષની એક દીકરી છે પરંતુ તે માનસિક અસ્થિર મગજની છે.
આ પણ વાંચોઃ સુરત કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું, ડુમસ બીચ જવાઆવવા નવો રોડ સહિત 10 રસ્તા મળ્યાં
અચાનક ગુમ થઈઃ બાળકી સાંજના 5 વાગ્યાના અરસામાં ઘર પાસે રમી રહી હતી. અચાનક જ તે ગુમ થઈ ગઈ હતી. દીકરી અસ્થિર મગજની હોય અને ગુમ થતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. માતા પિતા પોત પોતાની રીતે બાળકીની શોધ કરવા લાગ્યા હતા. જોકે બાળકીનો ક્યાંક પતો ન લાગતા આખરે માતા-પિતા રાંદેર પોલીસ મથક પહોંચ્યા હતા. બાળકીના પિતાએ સમગ્ર બનાવવાની જાણ રાંદેર પોલીસને કરી હતી.
ટીમ તૈયાર કરીઃ ઘટનાની ગંભીરતા જોઈ રાંદેર પીઆઇ એ.એસ.સોનારા દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવામાં આવી હતી. જ્યાં બાળકી રમી રહી હતી અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે તપાસ કરી બાળકીની શોધખોળ શરૂ કરી હતી.
આ પણ વાંચોઃ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે જૂઓ કોણ મેદાને ઊતર્યું અને શું કરી કામગીરી
સીસીટીવી ફૂટેજ જોયાઃ આખરે સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે બાળકીને રાંદેર જઘડીયા ચાર રસ્તા પાસેથી શોધી કાઢી હતી. પોલીસે બાળકીનો કબજો માતા-પિતાને સોંપ્યો હતો. દીકરી હેમખેમ જોઈ પિતા બાળકીને ભેટી પડ્યા હતા. પોતાની દીકરીને ગળે લગાવીને પિતાએ કહ્યું હતું કે તું ચાલી જાય છે તો મારો જીવ નીકળી જાય છે. દિલીપભાઈ એ જણાવ્યું હતું કે, મારી દીકરી સહી સલામત મળી આવી છે એ ઈશ્વરની કૃપા છે હું રાંદેર પોલીસનો આભાર વ્યક્ત કરું છું આજે તેઓ દેવદૂત બનીને મારી દીકરીને શોધી લાવ્યા છે.